મોરબી : નગરપાલિકાની પાછળના ભાગમાં આવેલ બોયઝ હાઇસ્કુલના પાછળના ભાગે યુવાને શરીરે જ્વનલશીલ પ્રદાર્થ છાંટીને દીવાસળી ચાંપી આપઘાત કર્યો હતો. હાલમાં પોલીસે જણાવ્યુ છે કે, મૃતક યુવાનને કામ કાજ બારોબાર ચાલતું ન હતી. પિતાએ ઘરેથી રૂપિયા લઈને વાપરતો હતો. જે બાબતે યુવાનને તેના પિતાએ ઠપકો આપ્યો હતો જેનું તેને લાગી આવ્યું હતું જેથી યુવાને પોતાની જાત જલાવીને આપઘાત કર્યો હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાય આધારિત ખેતી કરી એક પણ રૂપિયાના ખર્ચ વગર કરે છે કરોડોની કમાણી, વિદેશી ગોરાઓ પણ શિખવા આવે છે


છેલ્લા સમયથી ચિંતાજનક રીતે આપઘાતના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને પરિવારના સભ્ય દ્વારા કહેવામા આવેલ વાતનું માઠું લાગી જવાથી ઘણી વખત અંતિમ પગલાં ભરવામાં આવે છે. આવી જ રીતે મોરબીના વજેપર શેરી નંબર- ૧૧ માં રહેતા જગદીશ ભગવાનજીભાઇ પરમાર જાતે સતવારાના ૧૮ વર્ષીય દીકર લાલજીભાઇ જગદીશભાઇ પરમાર જાતે સતવારાએ શનિવારે મોડી સાંજના સમયે બોયઝ હાઇસ્કુલના પાછળના ભાગે પોતાના શરીરે ડીઝલ છાંટીને દીવાસળી ચાંપી લીધી હતી. જેથી ગંભીર રીતે યુવાન દાઝી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.


AHMEDABAD માં મહિલાની પાંચ વર્ષના પુત્ર સાથે આત્મહત્યા, કારણ જાણીને આશ્ચર્યથી ચોંકી ઉઠશોZ


વધુમાં મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ શનિવારે રાત્રીના જમીને ઘરેથી નિકળયા બાદ લાલજીભાઇ ગુમ હતો. તેનો પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. દરમ્યાનમાં લાલજીભાએ તેના મામાને ફોન કરીને પોતે બોયઝ હાઇસ્કુલની પાસે હોવાનું અને મને લેવા માટે આવો તેમ જણાવ્યું હતું. જેથી પરિવાર તેને લેવા માટે આવ્યો હતો. તે દરમ્યાનમાં પરિવારના સભ્યોને જોઈને લાલજીભાઇ પરમારે શરીરે જ્વનલશીલ પ્રદાર્થ છાંટીને કાંડી ચાંપી લેતાં તેનું ગંભીરપણે દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતું. અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃતક લાલજીભાઇ જગદીશભાઇ પરમાર લારી ચલાવતો હતો.


JETPUR માં સ્માર્ટ ચોર દ્વારા 21 લાખની એવી ઉઠાંતરી કે પોલીસ પણ વિચારતી થઇ ગઇ


જો કે, તે બારોબાર ચાલતી ન હતી અને તે તેના પિતાના ઘરેથી રૂપિયા લઈને વાપરતો હતો. જેથી રૂપીયા ઘરેથી લઇ જવા બાબતે તેના પિતાએ ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા પોતાની જાતે જ્વનલશીલ પ્રદાર્થ છાંટી તેને આપઘાત કરેલ છે. વર્તમાન સમયમાં નાની નાની વાતમાં આપઘાત કરવાના બનાવો બનતા હોય છે ત્યારે મોરબીના વજેપર વિસ્તારમાં યુવાને કરેલ આપઘાતની ઘટના સભ્ય સમાજ માટે લાલબતી સમાન છે. તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube