ચેતન પટેલ, સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરની હોસ્પિટલમાં એક યુવાનને ઇન્જેક્શન આપતાની સાથે તેનું મોત નીપજ્યુ હતું. જેને લઇ તેના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડની સાથે તબીબ તથા તેના મિત્રને ઢોર મારમાર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગુજરાતભરમાં આ રીતે આપતા ચોરીને અંજામ, ક્રાઇમ બ્રાંચે કરી બેની ધરપકડ


સુરતના પાંડેસરા વિસ્તારમાં સાઇ ક્લીનીક નામની ભાજપ કોર્પોરેટર ડી.એમ. વાનખેડે હોસ્પિટલ ચલાવે છે. દરમિયાન આજે વહેલી સવારે મહેશ વર્મા નામનો એક યુવાન તેની પત્ની સાથે હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. મહેશને તાવની સાથે થોડો છાતીમાં દુખાવો થતો હતો. તબીબ હાજર નહીં રહેતા નર્સ દ્વારા મહેશને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.


વધુમાં વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી યુવતીઓને મોકલાતી દુબઇ, બે મહિલા સહિત 6ની ધરપકડ


જો કે ઇન્જેક્શન આપતાની સાથે જ તેના નાકમાંથી લોઇહી નીકળવા લાગ્યું હતું અને પાંચ જ મિનિટમાં તેનું મોત નીપજ્યું હતું. મોત થતાની સાથે જ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો માચાવ્યો હતો અને તોડફડ કરી હતી. બાદમાં પોલીસની જ હાજરીમાં તબીબ કોર્પોરેટર વાનખેડે તથા તેના મિત્રને ઢોર માર માર્યો હતો. મામલો વધુ બિચકતા પાંડેસરા પોલીસે વધુ પોલીસ કાફલો ઘટના સ્થળે બોલાવી તૈનાત કરી દીધો હતો.


વધુમાં વાંચો: પાકિસ્તાનના બે રેસલર્સે ગુજરાતીઓને કુત્તા, સુવ્વર કહીને ધમકીભર્યો વીડિયો મોકલ્યો


આ અગાઉ પણ આ જ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે હંમેશા વિવાદમાં રહેલા ડો. વાનખેડે સામે પાંડેસરા પોલીસ ફરિયાદ નોંધસે કે કેમ તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. હાલમાં તો મૃતક મહેશના મૃતદેહને પોસ્ટમટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે. હવે પીએમ રિપોર્ટ આવશે પછી જ મહેશનું કઇ રીતે મોત નીપજ્યું છે તે અંગે જાણી શકાશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...