ઝી ન્યૂઝ/ભરૂચ: વિદેશોમાં પણ ગુજરાતીઓ પર થતા હુમલાઓ અટકવાનું નામ લઇ રહ્યા નથી, ત્યારે દિવસેને દિવસે વિદેશોમાં ગુજરાતીઓ ભોગ બની રહ્યા છે, ત્યારે આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો અને લૂંટ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આફ્રિકાની જનીનમાં નિગ્રો જાતિના લૂંટારૂઓએ મૂળ ભરૂચના યુવકને લૂંટનો શિકાર બનાવ્યો છે. છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?


દક્ષિણ આફ્રિકામાં નિગ્રો જાતિના લૂંટારૂઓએ જે ગુજરાતી યુવક પર હુમલો થયો છે તે મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો છે. દુકાન ખોલતાની સાથે 5 નિગ્રો લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. 5 નિગ્રોએ જુનેદને બંધક બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટની સમગ્ર ઘટના ઘટના સ્થળે લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ છે.


મોદી સરકારને બખ્ખાં! માર્ચમાં 13 ટકા કમાણી વધી, દેશની ઈકોનોમી માટે આવી ખુશખબર


આ વિશે મળતી માહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં વધુ એકવાર ગુજરાતી સાથે લૂંટની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આફ્રિકામાં પાંચ નિગ્રો જાતિના લૂંટારુઓએ ભરૂચના જંબુસરના કાવી ગામનો યુવક જ્યારે દુકાન ખોલતો હતો, ત્યારે લૂંટ ચલાવી હતી. આ ઘટનાની માહિતી મળતા પરિવારજનો ચિંતાતૂર બન્યા છે. 


ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને બખ્ખાં


છેલ્લા કેટલાંક મહિનાઓમાં વિદેશોમાં ભારતીયો પર હુમલાઓ અને લૂંટાયા હોવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી, ત્યાં વધુ એક ઘટના દક્ષિણ આફ્રિકામાં બની હતી. થોડા દિવસ અગાઉ પણ સાઉથ આફ્રિકાના વેન્ડામાં ભરૂચના પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામનો વતની લૂંટાયો હોવાની ઘટના સામે આવી હતી. સાઉથ આફ્રિકામાં પોતાના ઘર પાસે જ ઈમ્તિયાઝ ભાઈ કોચા કારમાં આવેલ લૂંટારુંના હાથે લૂંટાયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા હતા.