પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા વિધાર્થીને વેસુમાં બોલાવી તેના જ મિત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી છે. બુલેટ વેચાણના રૂપિયાની લેતીદેતી બાબતે સમાધાન માટે વેસુમાં બોલાવી ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. વેસુ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી 10 દિવસ અગાઉ મારામારી થઇ હતી, ત્યારે જ ધરપકડ થઇ હતી અને તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ શરુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોત લાવી દેશે આ ગરમી! જાણો ગુજરાતના કયા મોટા શહેરોમાં આકાશમાંથી આગ ઝરશે


સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા વિધાર્થી ઉપર 10 દિવસ અગાઉ વેસુ ખાતે તેના જ મિત્રે ચપ્પુના ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેની સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. જયારે હત્યાના આ બનાવામાં ઉમરા પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. 


ધ કેરાલા સ્ટોરી! ભાજપ આવ્યું મેદાને, આ MLA છોકરીઓને 4 દિવસ ફ્રીમાં દેખાડશે ફિલ્મ


સુરતના લીંબાયત ખાતે આવેલ ઈચ્છાબા સોસાયટીમાં રહેતા 18 વર્ષીય હુજેફા હુમાયુ દેશમુખ ઉપર 2જી તારીખે વેસુના સફલ સ્કવેર પાસે આરોપી જુનેદ વકાર અલી સૈયદ એ બગલના ડાભા ભાગે તેમજ પેટમાં ચપ્પુના વડે જીવલેણ ઘા કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી તેને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે એક ખનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું.


બારાતીઓ કા સ્વાગત ઐસે હોતા હૈ, વડોદરાના સમૂહ લગ્નમાં કંઈક નવુ જોવા મળ્યું


વધુમાં પોલીસે જણાવ્યું હતું કે હુજેફા વિધાર્થીઓ હતો.તેમજ આરોપી જુનેદ તેનો મિત્ર જ હતો.છ મહિના પહેલા બુલેટ લેવા બાબતે બન્ને વચ્ચે ઝગડો થયો હતો.જે ઝગડાના સમાધાન માટે તેને ૨ તારીખે વેસુ ખાતે આવેલ સફલ સ્કવેર પાસે બોલાવવામા આવ્યો હતો જ્યા હુજેફા તેના મિત્ર કૈફ દેશમુખ સાથે ગયો હતો ત્યારે તેની અને આરોપી જુનેદ વચ્ચે ફરી ઝગડો થયો હતો ત્યારે આરોપીએ તેની ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.આરોપી જુનેદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટક કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.


Jio: 100 રૂપિયાથી ઓછી કિંમતમાં 3GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 28 દિવસની વેલિડિટી


18 વર્ષીય હુજેફા  દેશમુખ બીફાર્મમાં અભ્યાસ કરતો હતો. બુલેટ ગાડી મામલે સામાન્ય બાબતે થયેલી બોલા ચાલમાં તેના જ સાચી મિત્રએ હત્યા કરી નાખતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે.