સુરતમાં એક અજીબોગરીબ કિસ્સો! સાળી-બનેવી 6 વર્ષથી પ્રેમમાં ગળાડૂબ હતા, વચ્ચે પડ્યો ત્રીજો, પછી...
સુરતના માંગરોળ તાલુકાના કઠવાડા ગામે પોતાની સાસરીમા જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઈકને આંતરી ચાર જેટલા ઈસમોએ અપહરણ કરી લીધું હતું.અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા.
સંદીપ વસાવા/માંગરોળ: સુરતના કોસંબા પોલીસની હદમાં સાળી સાથે પ્રેમ સંબંધ રહેલ બનેવીનું ચાર ઈસમોએ અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ ગયા, ગણતરીની મિનિટોમાં પહોંચેલી પોલીસે આરોપીઓની ચુંગલ માંથી બચાવ્યો હતો. મુખ્ય આરોપી જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો એ યુવતીનો બનેવી લગ્નનો વિરોધ કરતા આ પિતરાઈ ભાઈઓ સાથે મળી ઈસમે અપહરણનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું.
ફરી ધબધબાટી બોલાવશે મેઘો! ખાડીની સિસ્ટમ ફરીથી આવી રહી છે ગુજરાત તરફ, આ તારીખથી વરસાદ
સુરતના માંગરોળ તાલુકાના કઠવાડા ગામે પોતાની સાસરીમા જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઈકને આંતરી ચાર જેટલા ઈસમોએ અપહરણ કરી લીધું હતું.અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર પસાર થઈ રહેલ એક વાહન ચાલક જોઈ જતાં તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેને પગલે કોસંબા પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી દીધી હતી.
દુ:ખદ ઘટના! 27 વર્ષીય મુસ્લિમ સિંગરનું મોત, પરિવારનો ઝેર આપ્યું હોવાનો આક્ષેપ
તે દરમિયાન પોલીસને લોકેશન આધારે જાણવા મળ્યું હતું કે અપહરણકારો નાની નરોલી એક ફાર્મ પર છે.જેને લઇને તુરત પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.જ્યાં ભોગ બનનાર ચેતન પરમાર ને આરોપીઓએ માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. અને સેલટોપ, દોરીથી બંધક બનાવી દિધો હતો.પોલીસે ચેતન ને આરોપીઓની ચુંગાલ માંથી છોડાવી સ્થળ પરથી ચારેય ઇસમોને દબોચી લીધા હતા.
સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ
પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે ભોગ બનનાર ચેતન છેલ્લા છ વર્ષથી તેની સાળી સાથે પ્રેમ સંબંધ હતો. અને ચાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મિતેષ સોલંકી ને ચેતનની સાળી સાથે પ્રેમ સંબંધ હતો અને બન્ને લગ્ન કરવા હોવાથી રોજીંદા વાતચીત કરતા હતા. જે લગ્નનો વિરોધ બનેવી ચેતન કરતા મુખ્ય આરોપી મિતેષ સોલંકીએ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે મળી અપહરણનો પ્લાન ઘડ્યો હતો. ત્યારે અપહરણ કારોએ ઘડેલ પ્લાન સુરત જિલ્લા પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો અને હાલ ચારેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બસમાં કેવી રીતે મુસાફરી કરવી? 40ની કેપેસીટીમાં ઠૂસીઠૂસીને 115 લોકો કરે છે મુસાફરી