8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ

8માં પગાર પંચને લઈને ખુબ ચર્ચાઓ થઈ ચૂકી છે. સરકારી તરફથી જો કે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પણ કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે 8મું પગાર પંચ જલદી આવશે. જાણો શું કહ્યું . ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન (AIRF) ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ શું કહ્યું?

8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ

8માં પગાર પંચને લઈને ખુબ ચર્ચાઓ થઈ ચૂકી છે. સરકારી તરફથી જો કે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પણ કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે 8મું પગાર પંચ જલદી આવશે. ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન (AIRF) ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાને આશા છે કે મોદી સરકાર જાન્યુઆરી 2026 સુધીમાં આઠમાં પગાર પંચની જાહેરાત કરશે. 

મિશ્રાએ કહ્યું કે તેઓને વિશ્વાસ છે કે જાન્યુઆરી 2026માં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે. રેલવે કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ એ વાતની આશા રાખીને બેઠા છે કે સરકાર જલદી તેના પર કોઈ પગલું ભરશે. સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર અને પેન્શનમાં ફેરફાર જોવા મળશે. 

વર્ષ 2016માં લાગૂ થયું હતું સાતમું પગાર પંચ
પગાર પંચ સરકાર તરફથી નિયુક્ત એક યુનિટ છે. તે કેન્દ્ર  સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને લાભોની સમીક્ષા કરીને તેમાં ફેરફારની ભલામણ કરે છે. 28 ફેબ્રુઆરી 2014ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે સાતમાં પગાર પંચની રચના કરી હતી. પંચે 19 નવેમ્બર 2015ના રોજ પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો અને તેની  ભલામણોને 1 જાન્યુઆરી 2016થી લાગૂ કરવામાં આવી હતી. 

કેન્દ્ર સરકાર દર 10 વર્ષના સમયગાળા પર સરકારી કર્મચારીઓના પગારમાં સંશોધન કરવા માટે પગાર પંચની રચના કરે ચે. હવે 8મું પગાર પંચ જાન્યુઆરી 2026 સુધીમાં લાગૂ થાય તેવી સંભાવના અત્યારે તો જોવા મળી રહી છે. 8માં પગાર પંચમાં જો કર્મચારી યુનિયનની માંગણીઓ સ્વીકારી લેવામાં  આવે તો સરકારી કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 34,560 રૂપિયા અને મિનિમમ પેન્શન 17,280 રૂપિયા થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news