હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ યુવાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાને લઇ ઉના પોલીસ સ્ટેશનમાં દલિત યુવાનને માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેને લઇ પીડિત યુવકે ઉના પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસીટી સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- સીંચાઇનું પાણી નહીં અપાય તો વેરાવળના ખેડૂતો ઉગ્ર આંદોલનના મુડમાં


ઊના તાલુકાના પાલડી ગામે રહેતા પાલડી ગામના રમેશ મકવાણા નામનો દલિત યુવાન પોતાના ભાઇના અકસ્માત અંગે ક્લેઇમ કેસના કાગળો લેવા માટે બે દિવસ સુધી ધક્કા ખાવા છતાં નિકાલ આવ્યો ન હતો. તેમજ વારંવાર રજૂઆત કરતા રોષે ભરાયેલા ઊના પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ માર્યો હતો. આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારબાદ ગઇકાલે રમેશ જે હાલ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને ત્યાંથી પોલીસ ફરિયાદ કરી છે.


વધુમાં વાંચો:- કોંગ્રેસ લોમડી જેવી છે, તેમના વિખવાદ અને નેતાઓનાં લીધે હારી: ધવલસિંહ ઝાલા


જેમાં અજીતસિંહ અને જયરાજસિંહ નામના બે પોલીસ કર્મચારીઓ એ જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢોર માર માર્યાનો પીડિત યુવકે આક્ષેપ કર્યો છે. જે બાબતે ઊના પોલીસ સ્ટેશનમાં બન્ને પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાયો છે. આ બનાવની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસ પી.બામણીયાને સોંપાઇ છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...