હિમાંશુ ભટ્ટ, મોરબીઃ મોરબીના હળવદમાં એક યુવકનું અપહરણ કરી તેની સાથે 14,500 રૂપિયાની લૂંટની ઘટના બની. નવાઈની વાત એ છે કે લૂંટને અંજામ આપનારા શખ્સો માત્ર મોજ શોખ પૂરા કરવા લૂંટ કરતા હતા. કારકિર્દી બનાવવાની ઉંમરે આ આરોપીઓએ લૂંટનો રસ્તો અપનાવી પોતાની જીંદગી બગાડી છે. કેવી રીતે ઝડપાયા આ આરોપીઓ, જોઈએ આ રિપોર્ટમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ્યાનથી જુઓ પોલીસ સકંજામાં આવેલા આ 3 શખ્સોને...આ શખ્સો પર હળવદમાં એક યુવકનું અપહરણ કરી તેની પાસેથી 14,500ની લૂંટ કરવાનો આરોપ છે. ઝડપાયેલા આરોપીઓના નામ છે સચિન ઉર્ફે કાલી ભરતભાઈ ઉર્ફે મુન્નાભાઈ ‌મિયાત્રા, રવિભાઈ ટીનાભાઈ થરેશા અને અજય વિનાભાઈ સુરેલા...સૌથી ખાસ વાત એ છે કે ત્રણેય આરોપીઓની ઉંમર 19, 21 અને 26 વર્ષની છે...ભણવા-ગણવાની તેમજ નોકરી કરીને કારકીર્દી બનાવવાની ઉંમરે આ શખ્સોએ લૂંટને અંજામ આપતા તેમના નામ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. આરોપીઓએ કેવી રીતે આપ્યો લૂંટને અંજામ?


  • હળવદના સરા રોડ પર પ્રકાશ કુમાવત નામના યુવક સાથે લૂંટ થઈ

  • 3 આરોપીઓએ ગળે છરી મુકી યુવકનું બાઈકમાં અપહરણ કર્યું

  • અપહરણ કરી આરોપીઓ યુવકને એક રૂમમાં લઈ જઈ ઢોર માર માર્યો

  • એટલું જ નહીં યુવકને સુમસામ જગ્યાએ લઈ જઈ લાકડાના ધોકા વડે માર માર્યો

  • આરોપીઓએ યુવકના પેન્ટના ખિસ્સામાંથી 4500 રોકડા રૂપિયા લીધા

  • આટલા રૂપિયાથી સંતોષ ન થતા ગૂગલ પેમાંથી 10,000 ટ્રાન્સફર કરાવ્યા


યુવકની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે...પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપીઓએ મોજ શોખ પૂરા કરવા માટે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો...આરોપીઓ પાસેથી પોલીસે લૂંટની રકમ, 3 મોબાઈલ ફોન અને 2 બાઈક સહિત કુલ 39,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે...આરોપીઓ અગાઉ કોઈ લૂંટને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે...કારકિર્દી બનાવવાની ઉંમરે લૂંટની ઘટનાને અંજામ આપી આ યુવકોએ પોતાના જ પગ પર કુહાડી મારી છે...