કોલેજનું ફોર્મ ભરવા માટે ગયેલી યુવતી એક ફ્લેટમાંથી હાડકા ભાંગેલી હાલતમાં મળી આવી !
શહેરમાં હવે હત્યા અને બળાત્કારની ઘટનાઓ જે પ્રકારે સામાન્ય બની રહી છે. શહેરમાં પોલીસ અને કાયદાનો જાણે કોઇ ડર ન હોય તે પ્રકારે અસામાજિક તત્વો બેખોફ બની રહ્યા છે. ડાયમંડ નગરી સુરત શહેરમાં રોજ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય બની રહી છે. ગુનાખોરીનો રેટ સતત વધી રહ્યું છે, ત્યારે સૌ કોઈ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ક્યારેક વધુ એક ઘટનાએ સુરત પોલીસ તથા ઉપરી અધિકારીને દોડતા કર્યા છે. લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં ગુમ થયેલી 18 વર્ષીય યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં પાર્લેપોઈન્ટના એક એપાર્ટમેન્ટના પાછલા ભાગમાંથી મળી આવી હતી.
ચેતન પટેલ/સુરત : શહેરમાં હવે હત્યા અને બળાત્કારની ઘટનાઓ જે પ્રકારે સામાન્ય બની રહી છે. શહેરમાં પોલીસ અને કાયદાનો જાણે કોઇ ડર ન હોય તે પ્રકારે અસામાજિક તત્વો બેખોફ બની રહ્યા છે. ડાયમંડ નગરી સુરત શહેરમાં રોજ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય બની રહી છે. ગુનાખોરીનો રેટ સતત વધી રહ્યું છે, ત્યારે સૌ કોઈ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ક્યારેક વધુ એક ઘટનાએ સુરત પોલીસ તથા ઉપરી અધિકારીને દોડતા કર્યા છે. લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં ગુમ થયેલી 18 વર્ષીય યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં પાર્લેપોઈન્ટના એક એપાર્ટમેન્ટના પાછલા ભાગમાંથી મળી આવી હતી.
રાજકોટ: સમુદ્ર કિનારાના મોટા ભાગનાં જિલ્લાઓમાં ભર શિયાળે વરસાદ, ખેડૂતોને રવિ પાકમાં પણ નુકસાન
પોલીસે તાત્કાલિક આ યુવતીને ૧૦૮ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. યુવતીને મલ્ટીલેવલ ફ્રેકચર થયા હતા. તેનું તાત્કાલિક ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. મેડિકલ તપાસ બાદ ઉમરા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ અને દુષ્કર્મનો ગુનો પણ નોંધાયો છે.સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષીય યુવતી ગતરોજ સવારના સમયે પોતાના ઘરેથી અગ્રવાલ કોલેજમાં કોલેજનું ફોર્મ ભરવા ગઈ હતી. જોકે તે બપોર સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી યુવતીની ભાળ નહીં મળતા આખરે પરિવારજન લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે જાણવાજોગ ગુમની ફરિયાદ લઇ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સુરતના પાર્લે પોઇન્ટ ગોકુલધામ એપાર્ટમેન્ટની પાછળના ભાગથી યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે ઉમરા પોલીસ મથકને જાણ કરી હતી.
અમદાવાદ: PSI એ એક યુવતીને હોટલમાં બોલાવી કહ્યું તારો ફુલ બોડી ચેકઅપ કરવું પડશે અને પછી...
બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આ યુવતીને સૌપ્રથમ ૧૦૮ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ ગોડાદરામાંથી ગુમ થયેલી યુવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને ઘટનાસ્થળ પરથી એપાર્ટમેન્ટના ધાબા પરથી યુવતીનો એક મોબાઇલ અને સીમકાર્ડ પણ મળી આવ્યો હતો. યુવતીની હાલત એટલી ગંભીર હતી કે, તેને મલ્ટીલેવલ ફેક્ચર છે. જેને કારણે તાત્કાલિક તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બીજી તરફ મેડિકલ તપાસ કરાવતા આ યુવતીની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.
CM રૂપાણીએ કર્યાં સુરતના મહિલા તબીબના ઓનલાઈન વેડિંગના વખાણ
જેથી ઉમરા પોલીસે તાત્કાલિક આ ઘટનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ કલમ 307 અને 376 મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ફરી સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે યુવતી આ એપાર્ટમેન્ટ સુધી કઈ રીતે પહોંચી અને તે ઇજાગ્રસ્ત કઈ રીતે થઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube