રાજકોટ: સમુદ્ર કિનારાના મોટા ભાગનાં જિલ્લાઓમાં ભર શિયાળે વરસાદ, ખેડૂતોને રવિ પાકમાં પણ નુકસાન

  ગુજરાતના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભર શિયાળે ચોમાસાની જેમ વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી. જે હવે શબ્દશ સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોર સુધીમાં તો કાળાડિબાંગ વાદળો સાથે મેઘાડંબર સર્જાયું હતું. જોત જોતામાં મધ્યમથી ભારે વરસાદ ખાબડ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલીના ખાંભા, ગારીયાધાર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. તો ભાવનગર જિલ્લાનાં તળાજા અને મહુવામાં પણ વરસાદ પડ્યો હતો. 

રાજકોટ: સમુદ્ર કિનારાના મોટા ભાગનાં જિલ્લાઓમાં ભર શિયાળે વરસાદ, ખેડૂતોને રવિ પાકમાં પણ નુકસાન

રાજકોટ:  ગુજરાતના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભર શિયાળે ચોમાસાની જેમ વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી. જે હવે શબ્દશ સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોર સુધીમાં તો કાળાડિબાંગ વાદળો સાથે મેઘાડંબર સર્જાયું હતું. જોત જોતામાં મધ્યમથી ભારે વરસાદ ખાબડ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલીના ખાંભા, ગારીયાધાર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. તો ભાવનગર જિલ્લાનાં તળાજા અને મહુવામાં પણ વરસાદ પડ્યો હતો. 

આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ શિયાળુ પાક જીરૂ, ચણા, કપાસ અને શિયાળુ શિંગ અને ડુંગળીના પાકને પણ નુકસાન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠલ વાતાવરણમાં પલ્ટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે ભાવનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પણ નોંધાયો હતો. 

આ ઉપરાંત અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક સ્થળે વરસાદ નોંધાયો હતો. અનેક સ્થળે ઝરમર, કોઇ સ્થળે નેવાધાર વરસાદ નોંધાયો હતો. આ વરસાદ દરિયા કિનારાના મોટા ભાગના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં જામનગર, અમરેલી, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલીનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં કાં તો ભારે મેઘાડંબર જોવા મળ્યું હતું કાં તો વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શિયાળામાં વરસાદના કારણે ન માત્ર પાકમાં વિચિત્ર રોગ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ લોકોમાં પણ કોરોના કાળમાં બીજા રોગો આવે તેવી શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news