સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લામાં વધુ એક ખૂની ખેલ ખેલાયો હતો. ઓલપાડમાં જમીન દલાલી સાથે જોડાયેલ એક યુવકની અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાના કોલર સુધી પહોંચવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OMG! ગુજરાતની સગર્ભા માતાઓમાં વધ્યું આ વ્યસન, મહેસાણાના 10 તાલુકાઓને લઈ મોટો ધડાકો!


સુરત જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી હતી. ઓલપાડ ટાઉનના પરા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી કરતા અંજર મલેક નામના યુવકની તેના ઘરની બાજુના ઘરમાં હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સુરત જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી. સ્થળ પર પોલીસ તપાસ કરતા યુવકની હત્યા ચપ્પુના ઘા ઝીંકી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ યુવકના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર પણ મળી આવી હતી. 


હેલ્થ ઈંશ્યોરેન્સ ખરીદનારાઓ માટે આજે મોટો દિવસ; લોકહિતમાં લેવાયો ક્રાંતિકારી નિર્ણય


જુવાન જોધ દિકરાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બનાવને પગલે હાલ SOG,LCB સહિતનો પોલીસ સ્ટાફ તપાસમાં લાગી ગયો છે. બનાવ સ્થળ નજીકથી સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જેમાં મૃતક અંજર મલેક કાર લઈને આવી રહ્યો છે. અને બાદમાં પહેલાથી જ ઘરમાં હાજર હત્યારાઓ થોડીવાર પછી બાઈક લઇને ભાગતા હોવાનું માલુમ પડી રહ્યુ છે.


500 વર્ષ બાદ બન્યો આ 'શક્તિશાળી રાજયોગ', 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે


હાલ તો જમીન દલાલ અંજર મલિકની જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન લાગી રહ્યું છે.