વડોદરાઃ રાજ્યમાં ગુનાઓની ઘટનાઓ સતત વધી રહી છે. હત્યાની ઘટનાઓ તો સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. હવે વડોદરામાં એક હત્યાની ઘટના સામે આવી છે. ગોત્રી વિસ્તારના કિશન કોમ્પ્લેક્સ પાડે મોડી રાત્રે એક યુવકની હત્યા કરવામાં આવી છે. જે યુવકની હત્યા થઈ તેનું નામ વિશાલ માળી હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડી રાત્રે થઈ હત્યા
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કિશન કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા જૂની અદાવતમાં કરવામાં હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જયેશ માળી, ગીતા માળી અને સુમિત્રા માળીએ માર મારીને યુવકની હત્યા કરી છે. જે યુવકની હત્યા થઈ તેનું નામ વિશાલ માળી છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હત્યાનો કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube