'રીતિ રિવાજથી દીકરીને પરત મોકલશું...' છલકપટથી પત્નીને પિયરીયા ઘરે લઇ જતા પતિએ જીવન ટૂંકાવ્યું!
સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. પત્નીને પિયર પક્ષ દ્વારા છલકપટથી ઘરે લઇ જતા પતિએ આપઘાત કર્યો છે. પ્રેમ લગ્ન બાદ પતિ પત્ની એક સાથે રહેતા હતા. યુવતીના પરિજનોએ રીતિ રિવાજથી દીકરીને પરત મોકલશું તેવું કહી ઘરે લઇ ગયા હતા. ત્યારબાદ પત્નીને પતિના ઘરે નહિ મોકલતા પતિએ આત્મહત્યા કરી લીધી.
Trending Photos
Surat News: પાંડેસરાના મહાદેવનગરમાં બે મહિના પહેલા પ્રેમ લગ્ન બાદ બીમાર પિતા સાથે રાજસ્થાન ચાલી ગયેલી પત્ની પરત ન આવતા યુવકે ફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું છે.પરિવારજનોએ જણાવ્યું હતું કે યુવકની પત્નીને છળ કપટથી રાજસ્થાન લઈ જઈ જવામાં આવી છે અને પરત ન મોકલતા યુવકે આપઘાત કરી લીધો છે. યુવતીને મામાએ પણ ધમકી આપ્યા બાદ યુવકે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ યુવકની પત્ની પરત ન આવે ત્યાં સુધી બોડી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
દશરથ નજીકમાં જ રહેતી કોમલ નામની યુવતીને પ્રેમ કરતો હતો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવ નગરમાં 25 વર્ષીય દશરથ રાજુભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. એક ભાઈ હતો જેનું અવસાન થઈ ચૂક્યું છે. દશરથ જરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવી રહ્યો હતો. દશરથ નજીકમાં જ રહેતી કોમલ નામની યુવતીને પ્રેમ કરતો હતો જેથી તેના સાતમી નવેમ્બરના રોજ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા.
7 મી નવેમબર 2024 ના રોજ પ્રેમ લગ્ન થયા
દશરથની પિતરાઈ બહેન ભારતીએ જણાવ્યું હતું કે, દશરથના 7 મી નવેમબર 2024 ના રોજ પ્રેમ લગ્ન થયા હતા. જોકે લગ્ન ન થોડા સમય બાદ કોમલના પિતાની તબિયત બગડતા પરિવારે કોમલને ફોન કરીને બોલાવી લીધી હતી. બે દિવસ કોમલને હોસ્પિટલમાં રાખ્યા બાદ એક દિવસ માટે ફરી સાસરે મોકલી હતી. કોમલના પિતાને હોસ્પિટલમાંથી રજા મળતા જ મામા ઇન્દ્રરસિંગએ કોમલને ફોન કરી પિતાને વતન લઈ જવા પડશે અને તારે આવવું પડશે નહિ આવે અને તારા પિતાને કઈ થઈ જાય તો તું જ એની જવાબદાર કહી દબાણ કર્યું હતું
પત્ની પરત નહી આવે એવું માનીને દશરથે આપઘાત કરી લીધો!
વધુમાં જણાવ્યું હતું કે, એક આઠવાડિયા સુધી બીમાર પિતા સાથે વતન રાજસ્થાન ગયેલી પત્ની કોમલ સાથે દશરથનો કોઈ સંપર્ક પણ થયો ન હતો. જેથી દશરથ હતાશ થઈ ગયો હતો. કોમલના મામાને દશરથે કોલ કરતા 7 જાન્યુઆરીએ સુરત આવી જશે એવું કહ્યું હતું. જ્યારે કોમલે ફોન પર પોતાને માર મરાઇ રહ્યો હોવાનું પણ પતિ દશરથને કહ્યું હતું. જેથી દશરથ વધુ ટેન્શનમાં આવી ગયો હતો. પત્ની પરત નહી આવે એવું માનીને દશરથે બપોરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી
પતિના મૃત્યુ ની ખબર હોવા છતાં કોમલને સુરત આવવા દેવાઈ નથી. પાંડેસરાના મહાદેવનગરમાં ભાડાના મકાનમાં રહેતી કોમલના પરિવારે મકાન પણ ખાલી કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પરિવાર દ્વારા મુદ્દે સ્વીકારવાની મનાઈ કરી દેવામાં આવી છે. આ સાથે જ કોમલ જીવિત છે કે નહીં તેની પણ તેમને જાણ ન હોવાથી કોમલ અહીં પરત ન આવે ત્યાં સુધી મુદ્દે સ્વીકારવાની મનાઈ કરી દેવામાં આવી છે. હાલ પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે