ઉછીના આપેલા રૂપિયા પરત માંગવા યુવકને ભારે પડ્યા, અમદાવાદમાં મોડીરાત્રે તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા
માત્ર ત્રણ હજાર રૂપિયાની લેતીદેતીમાં હત્યાનો બનાવ સામે આવતા વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા કવાયત હાથ ધરી છે.
ઉદય રંજન/અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં ફતેવાડીમાં મોડી રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. માત્ર ત્રણ હજાર રૂપિયાની લેતીદેતીમાં હત્યાનો બનાવ સામે આવતા વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા કવાયત હાથ ધરી છે.
ગુજરાતમા આગામી 3 કલાક ખુબ જ ભારે! સાંજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, મૃતકનું નામ અઝરૂદ્દીન શેખ છે જેની ઉંમર 33 વર્ષ છે અને પીરાણા પાસે આવેલ સુરેજફામમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક અઝરૂદ્દીન શેખ એ થોડા માસ અગાઉ મિત્ર બાદશાહ ખાનને 3 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જેને લઇને ગઈ મોડી રાત્રે ફતેવાડી વિસ્તારની નૂર ફતે મસ્જિદ પાસે થી પસાર થઈ રહેલ બાદશાહ ખાન પાસે 3 હજાર રૂપિયા પરત માંગતા ઝગડો થયો હતો. જે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે આરોપી બાદશાહ ખાન, સૈજુ ખાન, શાદાબ ખાન અને સોહેલ ખાન એ મૃતક અઝરૂદ્દીન શેખને છરી ના ઘા મારી દીધા હતા, ત્યારે ઇજાગ્રસ્ત અઝરૂદ્દીન શેખ ગંભીર રીતે ઘાયલ થઈ જતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આવનારું વર્ષ કેવું રહેશે? વર્ષો જૂની પ્રણાલી મુજબ ટિટોડીના ઈંડા પરથી કરાઈ આગાહી
આ ઘટનાની જાણ વેજલપુર પોલીસને થતાં તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી હત્યારા બાદશાહ ખાન, સૈજુ ખાન, શાદાબ ખાન અને સોહેલ ખાન સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી મિત્રો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં રૂવાટાં ઉભા થાય તેવું મર્ડર, પથ્થરથી મોઢું છૂંદી શરીર પર લાકડાના ફટકા માર્યા
માત્ર 3 હજાર રૂપિયા લેતીદેતીમાં મિત્રોએ મિત્રનો જીવ તો લઈ લીધો પરંતુ એક મિત્રના મરી જવાથી પત્ની પતી વગરની, માં બાપ દીકરા વગરના અને દીકરા પિતા વગર થઈ ગયા છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આ પોલીસ આ પરિવારને કેટલી જલ્દી ન્યાય અપાવવામાં સફળ રહે છે.