• આપનું કહેવુ છે, તેમના પર હુમલો ભાજપના ઈશારે થયો છે. તો બીજી તરફ, ભાજપે કહ્યું કે, આમ આદમી પાર્ટી સસ્તી લોકપ્રિયતા માટે આવુ કરી રહી છે


ઝી મીડિયા/બ્યૂરો :આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ ઈસુદાન ગઢવી (isudan gadhvi) અને મહેશ સવાણી પર થયેલા હુમલા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ રાજકારણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. હુમલા બાદ આપ અને ભાજપ પક્ષોએ સામસામે આક્ષેપો શરૂ કર્યાં છે. આપનું કહેવુ છે, તેમના પર હુમલો ભાજપના ઈશારે થયો છે. તો બીજી તરફ, ભાજપે કહ્યું કે, આમ આદમી પાર્ટી સસ્તી લોકપ્રિયતા માટે આવુ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : જુગારકાંડમાં પકડાયેલા MLA કેસરીસિંહે કહ્યું, ‘હું તો મંદિરે દર્શન માટે જતો હતો, હું દારૂ નથી પીતો’


આપનો ભાજપ પર પ્રહાર
આપના નેતા ઈસુદાન ગઢવીએ પોતાના જીવને જોખમ હોવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપો કર્યા કે, મને મારી નાંખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાજપના લોકો તેમને મારવા માટે ષડયંત્ર કરી રહ્યાં છે. ભાજપના ગુંડાઓથી તેમને જીવનું જોખમ છે. મારા પર હુમલાનો પ્રયાસ કરાયો છે. મારી અપીલ છે કે, તમારા કાકાઓને કારણે તમે બદનામ ન થાઓ. ગૃહમંત્રીને વિનંતી છે કે મારા જીવની જવાબદારી તમારી છે. 


આ પણ વાંચો : હિટ એન્ડ રન : પર્વ શાહની કારનો પીછો કરનાર ખાખીધારી કોણ, પોલીસ પણ મૂંઝવણમા



ભાજપે આપના દાવાને ફગાવ્યો
આપના દાવા પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના નેતા ભરત ડાંગરે (bharat danger) કહ્યું કે, સસ્તી પ્રસિદ્ધિ કરી લોકોની સહાનુભૂતિ માટે આપ દ્વારા ખોટા આરોપો મૂકી રહ્યું છે. લોકોની સહાનુભૂતિ મેળવવાનો આ પ્રયાસ છે. જૂનાગઢની ઘટના તમારા નેતાઓના વાહિયાત વિદ્રોહને કારણે બની છે. લાજવાને બદલે તમે ગાજવાનુ કામ કર્યુ છે. તમારી પાર્ટીએ મનોમથન કરવાની જરૂર છે.