અરવિંદ કેજરીવાલ મહેસાણા પહોંચે એ પહેલાં નવો વિવાદ, ભાવનગરમાં પોસ્ટર પર કાળી શાહી લગાવાઈ
Gujarat Elections 2022 : અરવિંદ કેજરીવાલ મહેસાણા પહોંચે એ પહેલાં નવો વિવાદ.. હિન્દુ હિત રક્ષક સમિતિએ ઊંઝા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટને કેજરીવાલની સ્વાગત સરભરા ન કરવા કરી રજૂઆત.. પત્ર લખીને કહ્યું- આપના નેતાઓ હિન્દુ દેવી-દેવતાઓમાં નથી માનતા... તો આજે ભાવનગરમાં કેજરીવાલની સભા પહેલાં આપ પાર્ટીમાં જ વિખવાદ... આપના પૂર્વ કાર્યકરોએ કેજરીવાલ અને ભગવંત માનનાં બેનર પર લગાવી કાળી શાહી...
તેજસ દવે/નવનીત દલવાડી/અમદાવાદ :આવતીકાલે દિલ્હી ના સી એમ અરવિંદ કેજરીવાલનો ઊંઝા ખાતે આવી રહ્યા છે, ત્યારે તેમના ઊંઝા પ્રવાસ અગાઉ વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગઈ કાલે હવે બંધના લખાણથી ચર્ચાયેલ મનીષ બ્રહ્નભટ્ટ દ્વારા ઊંઝામાં કેજરીવાલના વિરોધમાં ઠેર ઠેર બેનરો લગાવ્યા હતા. ત્યારે આજે હિંદુ હિત રક્ષક સમિતિ ધ્વારા કેજરીવાલની ઊંઝા ઉમિયાધામ સંસ્થાન દ્વારા અરવિંદ કેજરીવાલના સ્વાગત સરભરા કરવામાં ન આવે એવી લેખિત રજુઆત કરવામાં આવી છે. હિન્દૂ હિત રક્ષક સમિતિ દ્વારા અરવિંદ કેજરીવાલને ઉમિયા માતાજી મંદિરમાં સ્વાગત સરભરા ન આપવા અપાયું લેખિત માંગ કરાઈ છે. સાથે જ મંદિરને રાજકીય અખાડો ન બનાવે તેવો પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. આપના મંત્રીઓ અને નેતાઓ હિન્દૂ દેવી દેવતામાં આસ્થા નહિ રાખતા હોવાનું કારણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
મહેસાણા જિલ્લામાં અરવિંદ કેજરીવાલના આગમન પહેલા વિરોધ થયો છે. આવતીકાલે 17 ઓક્ટોબરના રોજ ઊંઝામાં જાહેર સભા છે. ત્યારે ઊંઝામાં જાહેર સભા પહેલા પોસ્ટર વોર સામે આવ્યું છે. ઊંઝામાં કેજરીવાલનો વિરોધ દર્શાવતા પોસ્ટરો લાગ્યા છે. આ પોસ્ટર મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને આઝાદ ભારતનો સૌથી મોટો વિશ્વાસઘાતી હોવાનું લખાણ લખાયું છે. મનીષ બ્રહ્મભટ્ટ અગાઉ પણ ચર્ચામાં રહ્યાં હતા, રાજ્યભર હવે બંધના લખાણ લખ્યા હતા.
ભાવનગરમાં કેજરીવાલની સભા પહેલા વિરોધ
ભાવનગરમાં આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલના આગમન પૂર્વે બેનરો પર કાળી શાહી લગાડાઈ છે. શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના બેનર લગાવવામાં આવ્યા છે. તો સાથે જ કાળી શાહીથી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ચહેરો ભૂસવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના વાઘાવાડી રોડ પર લગાવવામાં આવેલા પોસ્ટર પર કાળી શાહી લગાવાતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દોડતા થયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એકઠા થઈને કાળી શાહીવાળા બેનરો હટાવ્યા હતા. આ ઘટનાથી આપના કાર્યકર્તાઓ નારાજ થયા હતા. કાર્યકરોએ અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીના પોસ્ટરો પરથી કાળી શાહી હટાવી હતી. ત્યારે આ મામલે આપના પ્રમુખ મહિપાલસિંહ ઝાલાએ કહ્યું કે, પાર્ટીના નીતિ નિયમોથી વિરુદ્ધ ચાલતા અને મનમાની કરતા કાર્યકરોની પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે.