ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ 15 મી યાદીમાં ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં છે. જેમાં માતર બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે. માતર બેઠક પર ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલ કેસરીસિંહે યુટર્ન લેતા આપને નવો ઉમેદવાર જાહેર કરવાની ફરજ પડી છે. માતર બેઠક પર હવે લાલજી પરમારને ટિકિટ આપવામાં આવી છે. 


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    સિદ્ધપુર -મહેન્દ્ર રાજપૂત

  • માતર - લાલજી પરમાર

  • ઉધના -મહેન્દ્ર પાટીલ



કેસરીસિંહના ચક્કરમાં મહીપતસિંહ ચૌહાણનું પત્તુ કપાયું 
ખેડા જિલ્લાની માતર બેઠકના ભાજપના ધારાસભ્ય બે દિવસ પહેલા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ તેમને પાર્ટીનો ખેસ પહેરાવીને AAPમાં સ્વાગત કર્યું હતું. કેસરીસિંહ માટે આમ આદમી પાર્ટીએ માતર બેઠક પરથી મહીપતસિંહ ચૌહાણની જાહેર કરેલી ટિકિટ પાછી લીધી હતી, અને કેસરીસિંહને આ બેઠકની ટિકિટ આપી હતી. ત્યારે કેસરીસિંહે યુટર્ન મારીને ફરી કેસરિયો કર્યો છે, ત્યારે હવે આપે આ બેઠક પર નવા ઉમેદવારની જાહેરાત કરી છે. આપ પાર્ટીએ લાલજી પરમારને ટિકિટ આપી છે.