Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામેલો છે. ત્યારે હજી પણ ઉમેદવારોના નામ માટે પાર્ટીઓમાં મતભેદ છે. ધીરે ધીરે ઉમદવારોના નામની જાહેરાત થઈ રહી છે. આમ આદમી પાર્ટીએ વધુ ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીના કુલ 180 ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, હવે માત્ર 2 ઉમેદવારની જાહેરાત બાકી છે. જેની રાહ જોવાઈ રહી છે.  


  • ખેરાલુથી દિનેશ ઠાકોરને ટિકિટ

  • વિસનગરથી જયંતીલાલ પટેલને ટિકિટ

  • માણસાથી ભાસ્કર પટેલને ટિકિટ

  • પાદરાથી સંદિપસિંહ રાજને ટિકિટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1655 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ સુરતની 16 બેઠક માટે 362 ફોર્મ ભરાયા, તો સૌથી ઓછા ડાંગની એક બેઠક માટે 3 ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની સમયમર્યાદા બાદ ચિત્ર ફાઈનલ થશે. 


કઈ બેઠક પર કેટલા ફોર્મ ભરાયા તેની વાત કરીએ તો...

કચ્છની 6 બેઠક પર 92 ફોર્મ ભરાયા...
સુરેન્દ્રનગરની 5 બેઠક માટે 93 ફોર્મ ભરાયા..
મોરબીની 3 બેઠક માટે 80 ફોર્મ ભરાયા...
રાજકોટની 8 બેઠક માટે 170 ફોર્મ ભરાયા...
જામનગરની 5 બેઠક માટે 134 ફોર્મ ભરાયા..
દેવભૂમિ દ્વારકાની 2 બેઠક માટે 48 ફોર્મ ભરાયા...
પોરબંદરની 2 બેઠક માટે 43 ફોર્મ ભરાયા...
જૂનાગઢની 5 બેઠક માટે 78 ફોર્મ ભરાયા..
ગીરસોમનાથની 4 બેઠક માટે 64 ફોર્મ ભરાયા...
અમરેલીની 5 બેઠક માટે 119 ફોર્મ ભરાયા..
ભાવનગરની 7 બેઠક માટે 108 ફોર્મ ભરાયા..
બોટાદની 2 બેઠક માટે 56 ફોર્મ ભરાયા..
નર્મદાની 2 બેઠક માટે 15 ફોર્મ ભરાયા..
ભરૂચની 5 બેઠક માટે 75 ફોર્મ ભરાયા..
સુરતની 16 બેકઠ માટે 362 ફોર્મ ભરાયા..
તાપીમાં 2 બેઠક માટે 17 ફોર્મ ભરાયા...
ડાંગની 1 બેઠક માટે 3 ફોર્મ ભરાયા..
નવસારીની 4 બેઠક માટે 48 ફોર્મ ભરાયા..
વલસાડની 5 બેઠક માટે 50 ફોર્મ ભરાયા....

આમ, કુલ 89 બેઠક માટે 1655 ઉમેદવારી ફોર્મ ભરાયા..