ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર કરાયું છે. ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે. તો સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. આપમાં પ્રમુખ ગોપાલ ઈટાલિયા સિવાય આખું સંગઠન વિખેરવામાં આવ્યું છે. નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. જોકે, હજી બીજુ લિસ્ટ આવશે તેવું પણ જણાવાયુ છે. 


ગુજરાતમાં ચોથી લહેરની શરૂઆત, મુખ્ય સચિવ પંકજ કુમાર કોરાના સંક્રમિત થયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશુદાન ગઢવીએ કહ્યુ કે, અમારા પદાધિકારીઓનું પહેલી લિસ્ટ જાહેર થઈ ગયુ છે. તમામને અભિનંદન આપીએ છીએ. હજી બીજુ લિસ્ટ આવશે. એક વિધાનસભામાં ચાર સંગઠન મંત્રી રહશે. એટલે કે એક વિધાનસભામાં ચાર બ્લોક પાડવામાં આવ્યા છે. આજના લિસ્ટમાં જેમના નામ રહી ગયા છે એમનું નામ બીજા લિસ્ટમાં આવશે. તમામ લોકોને લઈને એક કાર્યક્રમ રાખવામાં આવશે. 


તો સંદીપ પાઠકે કહ્યુ કે, સંગઠન બે પ્રકારના છે. જેમાં એક મોટું હોય છે, બીજું સ્વસ્થ સંગઠન હોય છે. ગુજરાતમાં આપના મુખ્યમંત્રીનો ચહેરો પણ યોગ્ય સમયે જાહેર કરીશું. અમારી પાર્ટી મોટી થઈ રહી છે. ઇશુદાનને રાષ્ટ્રીય સ્તર પર ઉપયોગ કરીશું. સંગઠન બદલવાનું મુખ્ય કારણ એ છે કે પાર્ટી મોટી થઈ રહી છે.