ગુજરાતમાં ચોથી લહેરની શરૂઆત, મુખ્ય સચિવ પંકજ કુમાર કોરાના સંક્રમિત થયા
ગુજરાતમા ધીમી ગતિએ કોરોનાએ દસ્તક આપી છે. હવે ટોચના સરકારી અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. રાજયના મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોનાગ્રસ્ત થયા છે. હાલ તેઓ હોમ ક્વોરેન્ટાઈન રહીને સારવાર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પંકજ કુમાર બીજીવાર કોરોના સંક્રમિત થયા છે. તેઓ ગત વર્ષે બીજી લહેરમાં પણ કોરોના સંક્રમિત થયા હતા.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમા ધીમી ગતિએ કોરોનાએ દસ્તક આપી છે. હવે ટોચના સરકારી અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. રાજયના મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોનાગ્રસ્ત થયા છે. હાલ તેઓ હોમ ક્વોરેન્ટાઈન રહીને સારવાર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પંકજ કુમાર બીજીવાર કોરોના સંક્રમિત થયા છે. તેઓ ગત વર્ષે બીજી લહેરમાં પણ કોરોના સંક્રમિત થયા હતા.
ગત વર્ષે 2021 પણ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે હવે ચોથી લહેરમાં પણ તેઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાની નવી લહેરમાં ટોચના અધિકારી સંક્રમિત થવાનો આ પહેલો કેસ છે. હાલ પંકજ કુમાર ગાંધીનગરના નિવાસસ્થાને સારવાર લઇ રહ્યાં છે.
ગુજરાતમાં કોરોના ફરી એક વાર તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા છે. ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવતાં તંત્ર ચિંતિત બન્યુ છે. તે માટે અનેક શહેરોમાં ટેસ્ટીંગ અને વેક્સીનેશન પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વધુ ભીડભાડવાળા વિસ્તારોમાં સંક્રમણ ન વધે તે માટે ટેસ્ટીંગ બૂથ ફરી ઉભા કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે