Gujarat Election 2022: ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ હજુ ઉમેદવારો નક્કી કરવામાં લાગી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે ગોપાલ ઈટાલિયા અને આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. પરંતું આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે.


આમ આદમી પાર્ટીએ સીએમ પદનો ચહેરો જાહેર કરી દીધા બાદ પ્રદેશ પ્રમુખ પદે રહેલા ગોપાલ ઈટાલિયા વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંથી ચૂંટણી લડશે તેનું રહસ્ય ઉજાગર કરી દીધું છે. AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે સવારે એક ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી છે, જ્યારે મનોજ સોરઠિયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ કુલ 159 ઉમેદવારો જાહેર કરી દીધાં છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube