Loksabha Election અશોક બારોટ/જૂનાગઢ : જૂનાગઢ લોકસભામાં હાલ ચૂંટણી પ્રચાર જોરમાં ચાલી રહ્યું છે. લોકસભા ઉમેદવાર હીરા જોટવા અને ગોપાલ ઈટાલિયાની સભા યોજાઈ હતી. જેમાં તેઓએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. બંનેની સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે, ગોપાલ ઇટાલિયાનાં ચાલુ ભાષણમાં લોકો ઊભા થઈ જમવા જતા રહ્યા હતા. તો જમવા માટે અફરા તફરી અને ધક્કામુક્કી પણ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે બધા પક્ષો લોકશાહી બચાવવા ભેગા થયા છીએ
જૂનાગઢમાં આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની જાહેર સભાનું કરાયું હતું. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં આ સભા યોજાઈ હતી. ગોપાલ ઈટાલીયાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભાજપના લોકો એવુ કહે કે કોંગ્રેસ અને આપ વાળા ભેગા કેમ થયા તો મારે તેમને કહેવું છે કે પાડોશી સાથે નાની મોટી બાબતમાં ઝગડા થતા હોય પણ પહેલો સગો પાડોશી જ કહેવાઈ. તેમ અમે બધા પક્ષો લોકશાહી બચાવવા ભેગા થયા છીએ. 2014 બાદ CbI અને ED દ્વારા વિપક્ષના મોટા 25 નેતાઓ પર રેડ પડાઈ છે. ભાજપે CBI નો દુરુઉપયોગ કર્યો છે.


એક બાજુ એકલા પસાલાલ અને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો, તો પણ ભાજપે જીદ ન છોડી


પહેલા ગેસના બાટલાને 400 એ લાવો
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યુ હતું કે, આજે દરેક ભાજપી 400 પાર વાત કરે છે પરંતુ પહેલા ગેસના બાટલાને 400 એ લાવો. આ ચૂંટણીમાં તમારે તમારા છોકરાનું મોઢું જોય મત આપવાનો છે. ભાજપવાળા રામના નામે મત માગવા નીકળ્યા છે. રામે એક મિનિટમાં રાજપાઠ છોડી દીધો હતો. પરંતુ ક્ષત્રિય સમાજના વિરોધ છતા ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ ન મુકાવી. ભાજપના કોઈ પણ નેતા મોંઘવારી પર બોલતા નથી. સંવિધાન બચાવવા માટે દરેકે ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરાઈ હતી. આ ઉપરાંત ગોપાલ ઈટાલીયાએ ભાજપના નેતાઓના વિસાવદરમાં વાણી વિલાસની પણ ટીકા કરી હતી.


ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો વરસાદ


અમારી સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ કરશે 
બીજી તરફ હીરા જોટવા દ્વારા સભાને સંબોધન કરાયું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ ભાજપ દ્વારા વાહીયાદ વાતો કરાઇ છે કે જૂનાગઢના MP ફોન ન ઉપાડે અથવા જોવા ન મળે તો તેમની સામે જોવાનું નથી. જૂનાગઢ અને વેરાવળમાં GIDC બનાવવાનું કામ કોંગ્રેસ સરકારમાં થયેલ છે. જો કોંગ્રેસ અને ગઠબંધન સરકાર આવશે તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરાશે. ઉપરાંત જે ગ્રેજ્યુએટ હશે તેમને સ્ટાઈપેન્ડ પણ અપાશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 10 દિવસ તમે મારા માટે જાગો હું આગામી 5 વર્ષ તમારા માટે જાગીશ.


ઓર્ગેનિક ખેતીથી કેરી પકવતા ખેતરોમાં જોવા મળ્યો જાદુ, માવઠામાં એક પણ કેરી ન ખરી!