ગુજરાતી ન્યૂઝGujaratતારે એની સાથે શું સંબંધ છે, કહીને પત્ની સાથે કર્યો ઝઘડો, ગળું કાપી હત્યારો પતિ ફરાર

'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો, ગળું કાપી હત્યારો પતિ ફરાર

પતિએ મારી નાખવાના ઇરાદે પત્નીને ગળાના ભાગ ઉપર છરીનો કાપો મારી દેતા તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા પતિને અણીયારી ટોલનાકા નજીકથી ઝડપી લીધો છે. 

'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો, ગળું કાપી હત્યારો પતિ ફરાર

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ મુરાનો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની વતનમાં ગઈ હતી અને ત્યાંથી પરત આવી ત્યારબાદ મહિલાના મોબાઈલ ફોન ઉપર કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હોય પતિ પત્ની વચ્ચે તે બાબતને લઈને બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પતિએ મારી નાખવાના ઇરાદે પત્નીને ગળાના ભાગ ઉપર છરીનો કાપો મારી દેતા તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા પતિને અણીયારી ટોલનાકા નજીકથી ઝડપી લીધો છે. 

Add Zee News as a Preferred Source

એમપીના રાજગઢ જિલ્લાના રહેવાસી સુનિલ રાધેશ્યામ માલવીય (25) એ હાલમાં કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામથી આગળ બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા આરોપી કનૈયાલાલના પત્ની ધાપુબાઈ છેલ્લા છ થી સાત મહિનાથી તેના વતનમાં રહેતા હતા અને તેનો મોબાઇલ ફોન આરોપી કનૈયાલાલ પાસે હતો અને તે મોબાઇલમાં કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હતા જેથી કરીને આરોપીને તેના પત્ની ધાપુભાઈના ચરિત્ર્યની શંકા ગયેલ હતી અને બેસતા વર્ષના દિવસે ધાપુબાઇ ફરિયાદી સાથે તેના વતનમાંથી મોરબી રહેતા તેના પતિ પાસે આવ્યા હતા અને ત્યારે ઓરડીમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઇ હતી ત્યારે આરોપીએ ધાપુબાઈને કહેલ કે તારા ફોનમાં કોઈ છોકરાનો ફોન આવે છે, તારે તેની સાથે શું સંબંધ છે તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ છરી વડે ધાપુબાઇને ગળાના ભાગે તેના પતિએ કાપો મારી દેતા ધાપુબાઇનું મોત નીપજ્યું હતું.

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં ગઈકાલે બપોરના સુમારે મધ્યપ્રદેશના વતની ધાપુબેન કનૈયાલાલ માલવીય નામના મહિલાની ગળાના ભાગે છરીના ઘા ઝીકી તેણીના જ પતિ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીયએ હત્યા કરી નાખતા બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ શરૂ કરી હતી જેમાં આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના અણીયારી ટોલનાકા નજીકથી વતનમાં જવાની ફિરાકમાં હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે આરોપીને ઝડપી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, મૃતક ધાપુબેન છેલ્લા છ સાત મહિનાથી તેંમના વતનમાં રહેતા હતા અને ધાપુબેનનો મોબાઈલ ફોન તેણીના પતિ કનૈયાલાલ પાસે હોય જેમાં કોઈ યુવાનના ફોન આવતા હોવાથી ધાપુબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી આરોપી કનૈયાલાલે ધાપુબેન સાથે ઝગડો કરી તારે તે વ્યક્તિ સાથે શુ સંબંધ છે તેમ કહી ગળાના ભાગે છરીના ઘા ઝીકી દેતા ધાપુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે ચારિત્ર્યની બાબતમાં શંકા કરીને અત્યાર સુધીમાં અનેક પરિવારના માળા પીખાઈ ગયા છે. જેમાં એક વધુ પરીવારનો માળો વિખાયો છે. આ ઘટનામાં પત્ની અકાળે મોતને ભેટી છે અને પતિનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. પતિપત્નીના સંબંધોમાં ચારિત્ર્ય રૂપી તિરાડ થાય ત્યારે એ દંપતિનું ભવિષ્ય ધુધળું બની જાય છે. ત્યારે પતિ પત્ની વિશ્વાસના વહાણે તરશે તો તેનો બેડોપાર થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news