ઝી બ્યુરો/અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામની મુશ્કેલીમાં વધારો થયો છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને સમન્સ પાઠવવામાં આવ્યું છે. જેમાં કલમ 269, 188, 51(B), 135(૩) મુજબ ગુનો નોંધાયો છે. વર્ષ 2021માં તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો આ સંદર્ભે ગુનો નોંધાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચક્રવાતે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતના આ વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદની આગાહી


જાણો શું હતો સમગ્ર કેસ
ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે. 2જી જુલાઈ 2021ના રોજ યોજેલી જનસંવેદના સભા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તાલાલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. 


છીં..છીં...છીં...મા કસમ!!! Video જોઇને ચીતરી ચડી જશે; બાળકો જમવામાં દેખાઈ ગરોળી...


કોરોનાના કપરા સમયમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી જનસંવેદના મુલાકાત દરમિયાન 02/07/2021 ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. 2021માં નોંધવામાં આવેલા ગુનાઓ માટેની નોટિસ આટલા વર્ષો પછી છેક 02/06/2023 આપવામાં આવી છે.


સુરતના આર્ટિસ્ટે PM મોદીની તસવીર સોનાના ચમકથી ઝળહળી! લોકોમાં બની આકર્ષણનું કેન્દ્ર


આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામ વિરુદ્ધ આઈ પી સી કલમ 269, 188, તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51(બી), તથા જી.પી એક્ટ કલમ 135(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 


ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાશે? શંકર ચૌધરી સાથેનો VIDEO વાયુવેગે વાયરલ