Congress MLA Geniben Thakor: ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાશે? શંકર ચૌધરી સાથેનો VIDEO વાયુવેગે વાયરલ

Congress MLA Geniben Thakor: બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

Congress MLA Geniben Thakor: ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાશે? શંકર ચૌધરી સાથેનો VIDEO વાયુવેગે વાયરલ

Congress MLA Geniben Thakor, ઝી બ્યુરો/બનાસકાંઠા: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં નવા જુનીના એંધાણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાય તેવી ઉઠી ચર્ચા ચાલી રહી છે. બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શંકર ચૌધરી અને ગેનીબહેન ઠાકોર સાથે જોવા મળતાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. 

બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ રાજકીય જગતમાં ચર્ચાને જોર આપ્યું છે. 

બનાસકાંઠાના ભાભરમાં વાલ્મિકી સમાજની 19 દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૉધરી અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. હંમેશાં રાજનીતિમાં એકબીજાના કટ્ટર શંકર ચૉધરી અને ગેનીબેન ઠાકોર એક જ ગાડીમાં સવાર થઈને સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યા હોવાનો વિડિઓ વાયરલ થયો છે. આ વીડિયો બાદ ગેનીબેન ઠાકોર અને શંકર ચૉધરી વચ્ચે સમજૂતી થઈ હોવાની અટકળોએ જોર પકડ્યું છે. ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાઈ ભાજપની ટીકીટ ઉપર લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 13મેં એ ભાભરમાં યોજાયેલ વાલ્મિકી સમાજના સમુહલગ્ન સમયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

નોંધનીય છે કે, હાલમાં જ ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી આગામી સમયમાં ભાજપમા જોડાશે એવી ચર્ચાઓ વચ્ચે હવે શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોરનો એકસાથેના વીડિયોથી રાજકારણ ગરમાયુ છે. ગેનીબેનના ભાજપની નજીક જવાની વાતો સામે આવી છે, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર અનેકવાર ભાજપના વખાણ કરી ચૂક્યા છે.

ગેનીબેન ઠાકોરે અગાઉ કરી ચૂક્યા છે ભાજપની પ્રશંસા
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં ગેનીબેન ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીની પ્રશંસા કરી હતી. તેમણે કાંકરેજના ચાંગા ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કહ્યું હતું કે ભાજપની સ્ટ્રેટેજી જુઓ, આખી સરકાર બદલી નાખે, જેની ટિકિટ કાપવી હોય એ કાપે તોય કોઈ કઈ જ ન બોલે.

કોંગ્રેસમાં કશુ વધ્યું જ નથી– ગેનીબેન
નોંધનીય છે કે ગેનીબેને વધુમાં કહ્યું આપણે કોંગ્રેસમાં કશું રહી જ નથી ગયું તો શી ખબર શેના ભાગલા પાડવાના રહી ગયા છે. આગામી સમયમાં કોંગ્રેસને નવું સંગઠન ઉભું કરવું પડે. વાવમાં મને 1 લાખ 2 હજાર વોટ મળ્યા. પાંચ વર્ષમાં માત્ર 2 હજાર લોકો જ પાંચ વર્ષ લોહી પીવાના છે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલ બનાસકાંઠાના પ્રવાસે જવાના છે, આ પહેલા શંકર ચૉધરી અને ગેનીબેન ઠાકોરના આ વીડિયોથી અનેક પ્રકારના રાજકીય તર્ક-વિતર્કો ઉભા થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news