Gir Somnath News : ઈકો ઝોનનો વિરોધ હવે સરકાર માટે મોટી સમસ્યા બની રહ્યો છે. આવામાં ગીર સોમનાથ કરશન બાપુએ દેહત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, સરકાર ઇકો ઝોન સંપૂર્ણ નાબૂદ કરે નહિતર હું દેહ ત્યાગ કરીશ. ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. જો ઇકો ઝોન સંપૂર્ણ દફનાવો નહિતર હું દેહ ત્યાગ કરીશ. આમ, ગત રોજ ગીરગઢડા ખાતે મળેલા સમેલન દરમ્યાન કરશન બાપુએ આક્રમક ભાષણ કર્યું હતું. 
 
આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુએ ઈકો સેન્સિટિવ ઝોન પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચીમકી આપી છે કે કે, જો સરકાર ઈકો ઝોન સંપૂર્ણ નાબૂદ નહીં કરે તો હું દેહત્યાગ કરીશ. તેમણે એવું પણ કહ્યું કે, ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. ગીર સોમનાથના ગીર ગઢડા ખાતે એક સંમેલન મળ્યું હતું, જેમાં આ નિવેદન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જ્યારથી ઈકો સેન્સિટિવ ઝોન વધુ વિસ્તારમાં લાગૂ કરવાનો નિર્ણય થયો છે ત્યારથી તેનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો પણ ઈકો ઝોનનો સતત વિરોધ કરી રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટીના નેતાનું આ નિવેદન સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભયંકર વાવાઝોડાની અહીંથી થશે એન્ટ્રી, ગુજરાતમાં ધાર્યા કરતા વધુ ખતરનાક આગાહી છે


ગીર જંગલના બોર્ડરના ગામોમાં ઈકોઝોનના કાયદા વિરૂદ્ધ જન આક્રોશ 
ગીર જંગલના બોર્ડરના ગામોમાં ઈકો ઝોનના કાયદા વિરૂદ્ધ જન આક્રોશ થમી નથી રહ્યો. નવરાત્રી પર ગીરના ગામે ગામ ઇકોઝોન વિરોધના ગરબા હોય કે પછી દશેરા પર ઈકોઝોનના પૂતળાનું દહન ગીરના ખેડૂતો દરેક મોરચે એક થઈને ઈકો ઝોનના કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આગેવાનો પોતાના પક્ષની લાઈન છોડીને પણ પોતાના ખેતીની રક્ષા માટે ખુલીને ઈકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભાજપ સમર્થિત તાલાળા મેંગો માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવા ઠરાવ કરાયો છે. તાલાલા Apmc ના તમામ 16 સભ્યોની સહમતીથી ઠરાવ મંજૂર કરાયો છે કે ઈકોઝોનનો કાયદો ન લાવવા અને જાહેરનામાને રદ કરવા ઠરાવ તેઓ સરકાર અને કૃષિ વિભાગ સુધી લડત કરશે.


પૃથ્વી પર આવ્યું મોટું સંકટ, આપણા બનાવેલા કાર્બને તબાહીની શરૂઆત કરી, દરિયામાં થઈ અસર


 


ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડી


સરકારે ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કર્યો 
ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે વનવિભાગ સામે ઉભો થયેલા વિરોધને શાંત કરવા માટે અને ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે રહેલી ગેરસમજ દૂર કરવા માટે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટીવ ઝોનથી કોઈ જ પ્રકારની અડચણો ઉભી થવાની નથી. ઈકો સેન્સેટીવ ઝોન માત્રને માત્ર મોટા ઉદ્યોગો અને પ્રદૂષણ ફેલાવતા એકમો માટે જ છે. ખેડૂતોને કોઈ પરેશાની નહી પડે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે પ્રવર્તમાન ઈકો સેન્સેટીવ ઝોન ૩૮૯ ગામોમાં લાગુ છે. પરંતુ હવે આ નવા નોટિફીકેશન લાગુ થતાંની સાથે જ માત્ર ૧૯૬ ગામોનો સમાવેશ થશે. એટલે એક રીતે નવા ઈકો સેન્સેટીવ ઝોનમાં ક્ષેત્રફળ ઘટાડવામાં આવશે.


બાબા વેંગાની આ ભવિષ્યવાણી હળવાશમાં લેવા જેવી નથી, આવી જશે મુસ્લિમ શાસન