ભયંકર વાવાઝોડાની અહીંથી થશે એન્ટ્રી, ગુજરાતમાં ધાર્યા કરતા વધુ ખતરનાક આગાહી છે
Cyclonic Strom Active : દિવાળીના એક અઠવાડિયા પહેલાં શિયાળો બેસવાના બદલે ગુજરાતમાં ફરીથી બેઠું ચોમાસું છે. આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. આજે પણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી
આપી છે. ત્યારે ફરી એકવાર વાવાઝોડું આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં નવા વાવાઝોડાના જન્મની સંભાવના છે. હવામાન વિભાગે તોફાન અંગે માછીમારોને પણ એલર્ટ કરી દીધા છે. વિભાગે હલચલ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.
ક્યાં આવશે વાવાઝોડું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન બન્યું છે. તેના પ્રભાવ હેઠળ, 21 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે. તે પછી, લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની અસરને કારણે 21 ઓક્ટોબર સુધી આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે.
ગુજરાતમાં આજે ક્યાં ક્યા આવશે વરસાદ
આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ ક્ન્વકશનના વરસાદ આવશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.
વાવાઝોડું આવશે તો શું થશે
મધ્ય બંગાળની ખાડીમાં 22 થી 24 ઓક્ટોબર સુધી વરસાદી સ્થિતિ યથાવત રહેશે. ત્યારપછી 23મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધવા લાગશે અને 25મીએ તેની ઝડપ વધુ ઝડપી બનશે. આ સમયગાળા દરમિયાન વરસાદ અને પવનની વધુ ઝડપને કારણે માછીમારો અને પ્રવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
બંગાળની ખાડીમાં મોટી ઉથલપાથલ
xહવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી મોસમી ગતિવિધિ બની રહી છે. જેના કારણે તમિલનાડુના દરિયાકાંઠાથી લઈને આંધ્રપ્રદેશ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું કે 21 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવાની સંભાવના છે. જેના કારણે 24 થી 25 ઓક્ટોબર દરમિયાન દ્વીપકલ્પના ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
વાવાઝોડાની અસરથી ગુજરાતમાં આવશે વરસાદ
આગાહી વાત કરીએ તો ઓક્ટોબર મહિનાને ‘મન્થ ઓફ સાયક્લોન્સ’ કહેવામાં આવે છે. IMD DG મૃત્યુંજય મહાપાત્રાએ શનિવારે બંગાળની ખાડીમાં ચાલી રહેલી મોસમી ગતિવિધિઓ વિશે વાત કરી. તેમણે કહ્યું કે સોમવારે એટલે કે 21 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. જે ઘણા ચક્રવાતી મોડલની વિશેષતાઓ દર્શાવે છે. દ્વીપકલ્પીય ભારતમાં સતત વરસાદ પડી રહ્યો છે. ઓડિશાના ભાગો, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, તમિલનાડુ, આંતરિક અને દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ ચાલુ છે. આગામી બે-ચાર દિવસમાં તે વધુ તીવ્ર બની શકે છે. કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 થી 25 ઓક્ટોબર સુધી શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે. 20 ઓક્ટોબરે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે. 20 ઓક્ટોબરે મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે.
ચક્રવાતના મહિનામાં મોટી આફત આવે છે
મહાપાત્રાએ કહ્યું હતું કે ઓક્ટોબર મહિનાને 'સાયક્લોનનો મહિનો' કહેવામાં આવે છે. બંગાળની ખાડીમાં આવી ગતિવિધિઓ થતી જોવા મળે છે. તેમણે કહ્યું કે, જોકે ચક્રવાતની આગાહી કરવી ખૂબ જ વહેલું ગણાશે. જો કે, 22 થી 23 ઓક્ટોબરની વચ્ચે ખતરનાક દરિયાઈ ગતિવિધિઓ જોવા મળશે, જેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ઓરિસ્સામાં 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.
Trending Photos