ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે આપના સ્ટાર પ્રચાર રાઘવ ચઢ્ઢાની ગુજરાતના સહપ્રભારી તરીકે નિમણૂંક કરાઈ છે. આવામાં આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢા આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવાની સાથે કેજરીવાલના ઘરે જમનાર રીક્ષાવાળાના ભાજપમાં જોડાવા અંગે નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું હતું કે, રિક્ષા ચાલક સાથે વાત દરમિયાન કેજરીવાલે ક્યારે નથી પૂછ્યું કે તમે કઇ પાર્ટીના છે. ભાજપ અને કોંગ્રેસ કે પછી કોઇ નેતા સાથે સંકળાયેલા હોય ભલે કોઈ પણ પક્ષના મતદાર હોય પણ પ્રેમ તો આજે લોકો કેજરીવાલ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે આ મુદ્દે વધુમાં કહ્યું કે, રીક્ષાચાલક સાથે વાત દરમિયાન કેજરીવાલે ક્યારે નથી પૂછ્યું કે તમે કઇ પાર્ટીના છો. ભાજપ અને કોંગ્રેસ કે પછી કોઇ નેતા સાથે સંકળાયેલા હોય, ભલે કોઈ પણ પક્ષના મતદાર હોય, પણ પ્રેમ તો આજે લોકો કેજરીવાલ કરે છે. જો ભાજપ કે કોંગ્રેસ નેતા ગયા હતા તો આ ઘટના ન બની હોત. ગુજરાત હવે બદલવા જરૂરી છે. ગુજરાતમાં આજે જનતા વિકલ્પ શોધી રહી છે, આ વિકલ્પ આપ પાર્ટી છે. જે કોંગ્રેસ 27 વર્ષ સુધી બીજેપીને ના હરાવી શકી એ હવે શું હરાવશે. હવે જનતા પણ સમજે કોંગ્રેસ ક્યાંય નથી, ગુજરાતમાં એક માત્ર વિકલ્પ આપ છે. 



તેમણે વધુ જણાવ્યું કે, દિલ્હી, પંજાબની ચૂંટણીમાં ત્યાંના સ્થાનિક લોકોમાં જે જોશ દેખાયો હતો તે આજે ગુજરાતના લોકોમાં દેખાય છે. અરવિંદ કેજરીવાલ મોડલની ચર્ચા થઈ રહી છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકારને અમે ઉખેડી ફેંકી દીધી છે. પંજાબમાં અકાલી અને કોંગ્રેસની 50 વર્ષની સરકારોનો સફાયો કરી દીધો છે. દિલ્હી અને પંજાબની જનતા હવે ‘આઈ લવ કેજરીવાલ’ બોલી રહી છે. આજે ગુજરાતની જનતા પણ ‘આઈ લવ કેજરીવાલ’ બોલવા તૈયાર છે. ગુજરાતની યુવા પેઢીએ કોઈ નવી સરકાર જ નથી જોઈ. ગુજરાતનો યુવા પરિવર્તનનું મન બનાવી ચૂક્યો છે. હવે દિલ્હી, પંજાબ બાદ ગુજરાતમાં પણ બદલાવ આવશે. કેજરીવાલ મોડલ સૌ કોઇ લોકોએ સ્વીકાર કર્યો છે. દિલ્હી, પંજાબ બાદ આઇ લવ યુ કેજરીવાલ કહેવા હવે ગુજરાત તૈયાર છે. 27 વર્ષથી ગુજરાતમાં માત્ર ભાજપ શાસન જોયું છે. 


ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા આજે ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે. 1 તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢ ખાતે જનસભાને સંબોધિત કરશે.