અર્પણ કાયદાવાદા/અમદાવાદ: ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ આપ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરાઈ છે. ભાવનગર પોલીસે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી છે. આ વિશે ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને એક દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું હતું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ બહુમતી આ કામ માટે મળી ગઈ હશે.



અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળાના ધોળા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થયેલા હુમલા સંદર્ભે ભાવનગરની મુલાકાત કરી હતી. તે વખતે પણ મોટો વિવાદ થયો હતો.


શું હતો સમગ્ર મામલો ? 
અગાઉ દ્વારકા ખાતે જાહેર સભામાં ગોપાલ ઈટાલીયાએ ભગવાન શ્રી કૃષ્ણને રાક્ષસો સાથે સરખાવ્યા હતા. રાક્ષસો સાથે સરખાવી ને ભગવાન શ્રી કૃષ્ણ નું અપમાન કરતા સમસ્ત હિન્દુ સમાજ ની લાગણી દુભાઈ હતી. હિન્દુ સમાજની લાગણી દુભાવતા નિવેદનને લઈને આહિર સમાજ ના યુવાન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મૂળ ઉમરાળા તાલુકાના અને હાલ સુરત રહેતા આકાશ આહિર એ ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


04/09/2002 ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જે કેસ બાબત ના કેસમાં આજે ઉમરાળા પોલીસે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હતી. હાલ તેમની ધરપકડ કરી બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.