રાજુ રૂપારેલિયા, દ્વારકા: યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે દિવાળને ધ્યાનમાં રાખીને ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાર દિવસ આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે આગામી 27 તારીખે રવિવારના રોજ રાત્રી દરમિયાન 8 થી 9:45 સુધી ભગવાન દ્વારકાધીશના હાટડી દર્શનનું પણ આયોજન દ્વારકાધીશ જગત મંદિરમાં કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરતમાં તાવની બિમારીથી મહિલાનું મોત, ડેન્ગ્યુની ભીતીને લઇ તંત્ર દોડતું થયું


દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના હાટડી દર્શનનું ખૂબ જ મહત્વ છે. અહીં એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન પોતે પોતાના ભક્તોને તેમના કર્મો પ્રમાણે ત્રાજવામાં ત્રાજીને સુખ દુઃખની વહેચણી કરે છે અને હાટડી દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. નવા વર્ષ ભગવાન અન્નકૂટ દર્શન કરવા પણ માનવ મહેરામણ ઉમટી પડશે. જોવા જઈએ તો દિવાળીથી દ્વારકા યાત્રિકો ઉમટી પડતા એક મીની વેકશનનો પરંભ થશે.


આ પણ વાંચો:- અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વલસાડના દરિયામાં જોવા મળ્યો કરંટ, વરસાદની આગાહી


સમયના ફેરફારની જો વાત કરવામાં આવે તો તા. 27ના મંગલા આરતીનો સમય સવારે 5:30 કલાકે, તા. 28ના મંગલા આરતીનો સમય સવારે 6:00 કલાકે, તથા તા. 28ના સાંજે 5 વાગ્યે અન્નકૂટ દર્શન અને તા. 29ના મંગલા આરતી સવારે 9 કલાકનો સમય રહેશે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...