લાખોની આવક મેળવવા પ્રગતિશીલ ખેડૂતનો અનોખો દેશી જુગાડ, રાત્રે ખેતર વચ્ચે મૂકે છે પાણીનું કુંડું
organic farming : બેચરી ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક રીતે સિમલા મરચાની સફળ ખેતી કરી
બુરહાન પઠાણ/આણંદ :મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને તેના ઉમરેઠ તાલુકાના ગ્રામીણ વિસ્તાર બેચરી ગામના વૃદ્ધ ખેડૂત (farmers) નો ખેતી કરવાનો થનગનાટ આજે અકબંધ છે. વૃદ્ધ અવસ્થામાં પણ ખેતીના વ્યવસાયમાં અવનવા પ્રયોગ કરી અને સારામાં સારી આર્થિક કમાણી બેચરી ગામના વડીલ ખેડૂત કરી રહ્યાં છે. આ વર્ષે તેમણે શિયાળુ સિમલા મરચાની ખેતી કરી છે અને તે પણ ઓર્ગેનિક પદ્ધિતિથી (organic farming).
આણંદ (Anand) જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામના વૃદ્ધ ખેડૂત ભગવતભાઈ પટેલ તેમની 8 વીઘા જમીનમાં વીઘા દીઠ 30 હજાર રૂપિયા જેટ્લો ખર્ચ કરી ઓર્ગેનિક પદ્ધતિનો અભિગમ અપનાવી આ વર્ષે તેમણે સિમલા મરચાની સફળતાપૂર્વક ખેતી કરી છે. ભગવતભાઈને આ વર્ષે શિયાળુ મરચાની ખેતીમાં સારામાં સારો ફાયદો થયો છે.
અગાઉ ખેતીમાં ભગવતભાઈ તમાકુની ખેતી કરતા પણ તમાકુ લોકોને હાનિકારક હોવાથી દેશી ગાય આધારિત કુદરતી ખેતી કરવાના સંદેશને અનુસરીને આ વર્ષે કુદરતી દેશી ગાય આધારિત મરચાની ખેતી કરી સારામાં સારી કમાણી કરી છે.
આ પણ વાંચો : કચ્છી ભાષા 90 હજાર વર્ષ કરતા પણ જૂની છે... એ માત્ર બોલવાની નહિ, પણ લાગણીઓની ભાષા છે
ભગવતભાઈ જણાવે છે કે, ગત વર્ષે કોરોના મહામારી ના લીધે માર્કેટમા કોઇપણ શાકભાજીના પૂરતા ભાવ મળ્યા ન હતા. આ વર્ષે કોરોના મહામારી સામાન્ય થતા ગત વર્ષની આવક આ વર્ષે ભરપાઇ થઇ જશે અને સારા ભાવ પણ મળી રહ્યા છે. આ મરચાની ખેતીમા રાત્રિ દરમ્યાન જીવ જંતુ ના પડે તે માટે સોલાર સિસ્ટમની લાઇટ ખેતર વચ્ચે પાણીનુ કુંડુ ભરી મૂકવામા આવ્યુ છે. આ પધ્ધતિ અપનાવવાથી સોલાર ની લાઇટ આખી રાત ચાલુ રહેતા તેમા પાણી ભરીને મુકવાથી જીવ જંતુ પાણીમાં બેસે છે. જેથી મરચાના છોડને ખરાબી થતી અટકશે.
નાનકડા બેચરી ગામના સિમલા મરચા રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, હૈદરાબાદ જેવા રાજ્યોમાં વેપારી મારફતે મોકલવામાં આવે છે અને સારો ભાવ પણ મળે છે. આમ તો ઓર્ગેનિક ખાતરથી કરાયેલ કોઇપણ પાકમા સારો ભાવ મળે છે અને ખાવાથી કોઇપણ રોગ કે નુકશાન થતુ નથી.