Surat News ચેતન પટેલ/સુરત : હાલ ગુજરાત સહિત દેશભરમાં IPLનો ક્રેઝ જોવા મળે છે..જેમાં ખાસ કરીને પોતાની પસંદગીની ટીમની ટી-શર્ટ પહેરવાનું ક્રિકેટપ્રેમીઓમાં ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓ જે ટી-શર્ટ અને ટ્રેક પહેરે છે તેનું કાપડ સુરતમાં બની રહ્યું છે. જેથી IPLના લીધે સુરતના વેપારીઓને બમ્પર આવક થઈ રહી છે. છેલ્લા ચાર વર્ષથી ડ્રાયફીટ કાપડના ઉત્પાદનનું સુરત હબ બન્યું છે. અગાઉ આ કાપડ ચાઇનાથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું. પરંતુ તેમાં હવે સુરત આત્મનિર્ભર બન્યું છે. IPLના ખેલાડીઓ માટે તૈયાર થતા ટી-શર્ટ અને ટ્રેક માટેનું જ્યુરિક મટીરિયલનું પોલિસ્ટર કાપડ સુરતમાં તૈયાર થઈ રહ્યું છે. જેની ખાસીયત એ છે કે તે બને તરફથી સ્ટેચેબલ હોય છે. સાથે મેદાનમાં પરેસવાથી ટી-શર્ટ ભીની થાય તો તે ભારે નથી થતી. ત્યારે ખેલાડીઓ ઉપરાંત ક્રિકેટ પ્રેમીએ પણ આ ટી-શર્ટ પહેરી મેદાનમાં મેચ જોવા જઈ રહ્યા છે. જેથી સુરતના જ્યુરિક મટીરિયલના કાપડની ટી-શર્ટ અને ટ્રેકની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPLના ખેલાડીઓ જે જર્સી અને ટ્રેકપેન્ટમાં જોવા મળી રહ્યા છે તેનું કાપડ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે. IPL ના ખેલાડીઓ જે જર્સી પહેરી રહ્યા છે તેના કાપડનું ઉત્પાદન સુરતમાં થયું છે. સુરતમાં તૈયાર આ કાપડની ડિમાન્ડ હાલ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં સૌથી વધારે છે. સુરતના વેપારી વિષ્ણુ અગ્રવાલ દ્વારા IPL ટીમના ખેલાડીઓ માટે આ કાપડ મોકલવામાં આવ્યું હતું. આ કાપડ પર ડિજિટલ પ્રિન્ટ અને ગારમેન્ટિંગ ત્યાર પછી કરવામાં આવે છે.


સિક્યુરિટી ગાર્ડ બે કંપનીમાં આગ લગાવી, ભરૂચ પોલીસે જાહેર કર્યાં CCTV ફૂટેજ


પ્લેયર્સ માટે બનેલા કપડાની ખાસિયત


  • આ કાપડ જ્યુરિક મટીરીયલ તરીકે ઓળખાય છે. 

  • આ પોલિસ્ટર કાપડ હોય છે. પરંતુ તેની ખાસિયત છે કે આ ગરમીમાં પણ ખેલાડીના પરસેવાથી ભીંજાયને ભારે થતું નથી

  • કાપડ બંને સાઈડથી આ કાપડ ખૂબ જ સ્ટ્રેચેબલ હોય છે. 


ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત, હાઈકોર્ટમાં નીકળી ઢગલાબંધ નોકરીઓ


કાપડના વેપારી વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ કાપડ સંપૂર્ણ રીતે ડ્રાયફિટ તરીકે ઓળખાય છે. આ સ્ટ્રેચેબલ હોય છે. બંને તરફથી આ કાપડ સ્ટ્રેચ કરી શકાય છે. આ કાપડની ખાસિયત છે કે જ્યારે ખેલાડી દોડે છે ત્યારે કાપડ તેના શરીર પર ફીટ હોય છે અને સ્ટ્રેચેબલ પણ હોય છે. બીજી બાજુ જ્યારે ખેલાડી રમે છે ત્યારે તેને પરસેવો થાય છે. ગરમીમાં પરસેવો વધારે થાય છે ત્યારે તેને એબ્સોર્બ કરવા માટે અમે વીકીંગ કરીને જે કાપડ હોય છે. જેને અમે ડ્રાય ફિટ તરીકે ઓળખીએ છીએ તે વાપરવામાં આવે છે. જેના કારણે કાપડ પરસેવાથી ભારે નથી થતું. પોલિસ્ટર કાપડના કારણે આ લાઈટવેટ થઈ ગયું છે. કોટનમાં પરસેવાના કારણે કાપડ ભારે થઈ જતું હતું. પરંતુ પોલિસ્ટરના કારણે આ સમસ્યા થતી નથી. હાલ સ્પોટ્સ વેરમાં જે પણ કાપડનું વપરાશ થઈ રહ્યું છે તે તમામ સો ટકા પોલિસ્ટર છે.


મારી દીકરીઓ શોધી આપો, 51 દિવસથી ગુમ દીકરીઓને શોધવા પિતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો


સાથે તેઓએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં લોકડાઉન પછી અને ખાસ કરીને પીએમ મોદીના આત્મનિર્ભર ભારતની ઇન્ડસ્ટ્રીને વેગ મળ્યો છે. આ ઇન્ડસ્ટ્રીના કારણે લોકોને રોજગાર મળી રહ્યો છે. હાલ જે IPL ના ખેલાડીઓ કાપડ પહેરી રહ્યા છે તે અમે તેમને આપી દેતા હોય છે. કારણ કે સુરતમાં રેડીમેઈડ ગારમેન્ટિંગ થઈ શકતું નથી. તેઓ ગારમેન્ટિંગ કરાવે છે. અગાઉ આ ઇન્ડસ્ટ્રીમાં 100 ટકા વર્ચસ્વ ચાઇનાનું હતું. અગાઉ આ કાપડ ચાઇના થી ઈમ્પોર્ટ થતું હતું. થોડા સમયથી આ કાપડનું ઉત્પાદન સુરતમાં વધ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ કાપડ બનાવનાર સર્ક્યુલર નિટિંગ મશીન છે. આશરે 4500 મશીન હાલ સુરતમાં છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,આ મટીરિયલને જ્યુરિક મટીરીયલ કહેવામાં આવે છે. જેમાં પણ ચારથી પાંચ મટીરીયલ હોય છે. સ્પોર્ટ્સમેન જે કાપડ પહેરે છે તે આના કરતાં મોંઘું હોય છે. સ્ટેડિયમમાં જે દર્શક જાય છે, જર્સી પહેરે છે તે લોકલ બ્રાન્ડના હોય છે. અમે આ કાપડ પર ડિજિટલ પ્રિન્ટ કરીને ગારમેન્ટિંગ સાથે દર્શકોને આપીએ છીએ. એમાં સી.એમ.આઈનો પણ રોલ છે. સી.એમ.આઈ એટલે કે એ ઇન્સ્ટ્રી જે ગારમેન્ટિંગ ઇન્ડસ્ટ્રી ચલાવે છે.


જુનિયર ક્લાર્કની પરીક્ષાની આ રહી A To Z માહિતી, તમારા માટે બહુ જ કામની સાબિત થશે