ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત, હાઈકોર્ટમાં નીકળી ઢગલાબંધ નોકરીઓ

Gujarat High Court Recruitment 2023 : નોકરીની શોધમાં છો તો ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની સુવર્ણ તક સામે આવી છે, 1499 પદો માટે ભરતી બહાર પડી છે
 

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત, હાઈકોર્ટમાં નીકળી ઢગલાબંધ નોકરીઓ

Gujarat High Court Recruitment 2023: સરકારી નોકરીની શોધમાં છો તો એક નવી ભરતીની ઓફર આવી છે. ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં ઢગલાબંધ જગ્યાઓ ખાલી પડી છે. આ માટે એપ્લિકેશન મંગાવવામાં આવી છે. hc-ojas.gujarat.gov.in પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાત હાઈકોર્ટમાં કુલ 1499 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. પટાવાળા, ચોકીદાર, વોટર સર્વર્સ, લિફ્ટમેન, હોમ એટેન્ડન્ટ જેલ વોર્ડર્સ અને સફાઈ કામદારો સહિત વિવિધ 1499 ખાલી રહેલી પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે લોકો માટે આ રહી સમગ્ર ડિટેઈલ્સ.

ગ્રુપ 4 હેઠળ આવતી આ જગ્યાઓ પર નોકરી કરવા રસ ધરાવતા ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ભરીને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ લાયકાત પૂર્ણ કરેલી હોવી આવશ્યક છે, જેમાં ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય સ્પેશિફીકેશનનો સમાવેશ થાય છે. આ અંગે વધુ જાણકારી ઓફિશ્યલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પરથી મેળવી શકે છે. 

કયા કયા પદ માટે અરજી 
પટાવાળા, ચોકીદાર, વોટર સર્વર્સ, લિફ્ટમેન, હોમ એટેન્ડન્ટ જેલ વોર્ડર્સ અને સફાઈ કામદારો. હાલ ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની ભરતીની નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે, જે અંગે ગુજરાત હાઈકોર્ટ ટૂંક સમયમાં જ તેની સત્તાવાર વેબસાઈટ્સ hc-ojas.gujarat.gov.in અને gujarathighcourt.nic.in પર વધારે જાણકારી પબ્લિશ કરશે. અરજી કરનારા ઉમેદવારોએ ધોરણ-10 પાસ કરેલું હોવું જરૂરી છે.

આ રીતે કરો અરજી

  • સૌથી પહેલા https://gujarathighcourt.nic.in/  પર જાઓ
  • તેના બાદ hc-ojas.gujarat.gov.in પર જાઓ
  • જોબ એપ્લિકેશન મેનુ પર ક્લિક કરો
  • હવે Apply Now પર ક્લિક કરો
  • નવુ પેજ ખુલશે, તેમાં ડિપાર્ટમેન્ટ ઓપ્શન દ્વારા Select Advertisement પર ક્લિક કરવું
  • ગુજરાત હાઇકોર્ટ પ્યૂન ભરતી 2023 પર ક્લિક કરો
  • હવે તમામ માહિતી ભરો અને તમારો ફોટો તથા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
  • ફી ભરીને ફોર્મ સબમિટ કરો
  • તમારા રેફરન્સ માટે એક કોપી તમારી પાસે રાખો

અમેરિકા જવા નીકળેલો પાટીદાર યુવક તુર્કીથી પકડાયો, સેટિંગ પાડનાર એજન્ટ લેવા ન આવ્યો

ખાસ માહિતી
એપ્લિકેશન કરવા માંગતા ઉમેદવારોની ઉંમર 18 થી 33 વર્ષ હોવી જોઈએ. પદ માટે પરીક્ષા ક્યારે લેવાશે તેની માહિતી હજી ઉપલબ્ધ કરાવાઈ નથી. પરંતુ ટૂકં સમયમાં જ તેની જાહેરાત કરવામા આવશે. આ માટે વેબસાઈટ પર સતત નજર રાખવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news