અમદાવાદી યુવાનો કહે છે, ‘મૂંછે હો તો અભિનંદન જૈસી...’
અભિનંદન... આ નામ કોઈ ઓળખાણનું મહોતાજ નથી. સર્જિકલ સ્ટ્રાઈક બાદ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને જે રીતે ગણતરીના કલાકો બાદ જ પાકિસ્તાન સરકાર દ્વારા છોડી મુકવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી અભિનંદનના નામનો અને મૂછોનો યુવાનોમાં ખાસો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાનો અભિનંદન જેવી મૂછો કરવા માટે યુવાનો સામેથી હેર સલૂનમાં પહોંચી રહ્યા છે અને પોતાની મૂછોનો અભિનંદનની મૂછો જેવો શેપ પણ આપી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા ક્રેઝ વિશે જાણવા જ્યારે હેર ડ્રેસર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી લગભગ 30 જેટલા યુવાનોએ અભિનંદન જેવી મૂછો બનાવડાવી છે. યુવાનો અભિનંદન જેવી મૂછો બનાવડાવીને પોતાની દેશભક્તિ અને દેશપ્રેમ પણ દર્શાવી રહ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ :અભિનંદન... આ નામ કોઈ ઓળખાણનું મહોતાજ નથી. સર્જિકલ સ્ટ્રાઈક બાદ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને જે રીતે ગણતરીના કલાકો બાદ જ પાકિસ્તાન સરકાર દ્વારા છોડી મુકવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી અભિનંદનના નામનો અને મૂછોનો યુવાનોમાં ખાસો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાનો અભિનંદન જેવી મૂછો કરવા માટે યુવાનો સામેથી હેર સલૂનમાં પહોંચી રહ્યા છે અને પોતાની મૂછોનો અભિનંદનની મૂછો જેવો શેપ પણ આપી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા ક્રેઝ વિશે જાણવા જ્યારે હેર ડ્રેસર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી લગભગ 30 જેટલા યુવાનોએ અભિનંદન જેવી મૂછો બનાવડાવી છે. યુવાનો અભિનંદન જેવી મૂછો બનાવડાવીને પોતાની દેશભક્તિ અને દેશપ્રેમ પણ દર્શાવી રહ્યા છે.