ભુજ: કચ્છ યુનિવર્સિટીમાં ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનામાં કાળી શાહી તો પ્રોફેસરના ચહેરા પર લગાવવામાં આવી છે પણ એના કારણે સમગ્ર શિક્ષણ જગત તેમજ ભારતીય જનતા પાર્ટી કલંકિત થઈ છે. મંગળવારે બનેલી આ ઘટનાની વિગતો જોઈએ તો સેનેટની ચૂંટણીમાં સ્નાતક મતદાર યાદીમાંથી નામો કપાયાનો વિરોધ કરવા આવેલી ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકરોએ ચૂંટણી અધિકારી એવા કેમેસ્ટ્રી વિભાગના વડા ગિરીન બક્ષીને માર મારી કાળી શાહી જેવા પ્રવાહીથી તેમનું મોં કાળું કરી આખી યુનિવર્સિટીમાં ફેરવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગન્નાથ મંદિરમાં શરૂ થઈ જળયાત્રા, જાણો 10 મહત્વની વાતો


એબીવીપીના કાર્યકારો મંગળવારે સવારે 11.30 કલાકે ગિરીન બક્ષીને તેમની ચેમ્બરમાંથી બહાર ખેંચી લાવ્યા હતા અને તેમની ધોલાઈ કરીા હતી. આટલું કર્યા પછી પણ તેઓ અટક્યા નહોતા અને ગિરીન બક્ષીના ચહેરા પર કાળું પ્રવાહી ફેંકી મોં કાળું કરી નાખ્યું હતું. તેઓ ગિરીન બક્ષીને વાઈસ ચાન્સેલરની ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે રજિસ્ટ્રાર અને વીસીને પણ ગિરીન બક્ષી જેવા હાલ કરવાની ધમકી આપી હતી. આ ઘટના યુનિવર્સિટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


આ મામલામાં પ્રોફેસર બક્ષીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 15 થી 20 જેટલા કાર્યકરો સામે ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે આજે પોલીસે રામ ગઢવી સહિત પાંચ કાર્યકરોની ધરપકડ કરી લીધી છે. આ નિંદનીય ઘટનાને પગલે શિક્ષણ જગતમાં રોષ ફેલાયો છે, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને નાગર સમાજ દ્વારા ABVP સામે જબરદસ્ત રોષ ફેલાયો છે. આ સંસ્થાઓએ ઘટનાને લઇને કચ્છ કલેક્ટરને આવેદન પત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.


ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...