અતુલ તિવારી/અમદાવાદ :ગુરૂ-શિષ્યના સંબધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. વડોદરા બાદ અમદાવાદમાં એવીબીપીના વિદ્યાર્થીઓની દાદાગીરી સામે આવી છે. અમદાવાદની સાલ કોલેજમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની ખુલ્લીઆમ દાદાગીરી જોવા મળી. તેઓએ કોલેજના આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા હતા. ABVP ના નેતાઓએ ગુરુનું સન્માન ના જાળવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ABVP ના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી સામે આવી છે. કોલેજમાં આચાર્યને વિદ્યાર્થીઓને પગે લગાવી માફી મંગાવી હતી. અમદાવાદની સાલ કોલેજમાં ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન લગાવતી ઘટના બની છે. GLS બાદ હવે સાલ કોલેજના ABVP નેતાઓ વિવાદમાં આવ્યા છે. ABVP ના અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરીથી આચાર્યની સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યાં છે. શરમજનક ઘટના બાદ અક્ષતે સોશિયલ મિડિયા પર પણ વીડિયો વાયરલ કર્યા છે. હાજરીને લઈને વિવાદ સર્જાયો હતો, પ્રિન્સિપાલ દ્વારા ABVP ના આગેવાનોને વારંવાર વિનંતી કરાઈ રહી હતી, છતા તેઓ માન્યા ન હતા અને વિદ્યાર્થીઓને પગે પડાવ્યા હતા. 


શિક્ષકો કરગરતા રહ્યા છતા વિદ્યાર્થી નેતાઓ પોતાની મનમાની કરતા રહ્યા, જેથી શિક્ષકોએ વિદ્યાર્થીઓને પગે લાગીને માફી માંગી હતી. સવાલ એ છે કે ક્યા સુધી વિદ્યાના ધામમાં વિદ્યાર્થી નેતાઓની આવી મનમાની ચાલતી રહેશે. શિક્ષણધામમાં વિરોધ હોય, પણ વિરોધ જ્યારે હદ વટાવે અને શિક્ષણને રાજકારણનો અખાડો બનાવાય ત્યારે શિક્ષણ નીતિ પર સવાલ થાય છે.