મૌલિક ધામેચા/અમદાવાદ: હવે ટ્રેનથી મુસાફરી કરતાં લોકોને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર નવી સુવિધા મળશે. આજથી અમદાવાદ રેલવે સ્ટેશન પર જો તમારે 6 કલાક રોકાવવું હોય તો તમને મળશે 1000 રૂપિયામાં એસી ડિલક્સ રૂમ મળી જશે. અને જો 48 કલાક રોકાવવું હોય તો તમારે 3600 રૂપિયા ચુકવવા પડશે. આ સિવાય હવેથી અસારવા સ્ટેશન પર મળશે નિ:શુલ્ક WIFIની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જેનું આજે સાંસદ કિરીટ સોલંકીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન સાસંદ કિરીટ સોંલકી અને રેલવે અધિકારીઓ વચ્ચે 1 કલાકની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ દ્રારા અધિકારીઓને આડે હાથે લેવાયા હતા. અમદાવાદના કાલુપુર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. હવે સ્ટેશન પર તમે પહોંચશો તો પ્લેટફોર્મ નંબર 1 પર તમને આધુનિક સુવિધાઓ જોવા મળશે. 


આજે સાસંદ કિરીટ સોલંકી દ્રારા કાલુપુર રેલવે સ્ટેશનના બ્યુટીફિકેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં હવે યાત્રિકોના રોકાવવા માટે 6 કલાકના વેઈટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે.



વેઈટિંગ રૂમમાં થશે આટલો ચાર્જ 


  • 6 કલાકના એસી ડિલક્સ રૂમના 1000 

  • 12 કલાકના એસી ડિલક્સ રૂમના 1600 

  • 24 કલાકના એસી ડિલક્સ રૂમના 2200 

  • 48કલાકના એસી ડિલક્સ રૂમના 3600 


જો કે સાંસદ કિરીટ સોલંકી દ્વારા યાત્રિકોના ખિસ્સા પર વધુ અસર ન પડે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા. સાંસદ કિરીટ સોલંકીએ કરેલાં સૂચન મુજબ જો 6 મહિનામાં વેઈટિંગ રૂમમાં આવતાં પેસેન્જરની સંખ્યામાં વધારો ન થાય રૂમનાં ભાડા ઘટાડવા જણાવ્યું હતું. આ સાથે અમદાવાદને ક્રોસિંગ ફ્રી બનાવવા અંગે શું કાર્યવાહી થઈ રહી છે તે અંગે પણ જાણકારી મેળવી હતી.


રાજ્યમાં 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી ‘ડિઝિટલ સ્ટેમ્પીંગ’ વ્યવસ્થા


અમદાવાદના રેલવે સ્ટેશનના કાર્યક્રમમાં આવેલાં સાંસદે સૌ પ્રથમ  DRM અને ત્યારબાદ ચીફ રેલવે એન્જિનિયર પાસે અત્યાર સુધી કરાયેલાં ખાતમુર્હુતનું લિસ્ટ માંગીને કામ ક્યાં અટક્યું છે તે અંગે માહિતી માંગી હતી. આ સાથે નવી વિવિધ જગ્યાએ ચાલતું ઓવરબ્રિજ અને ફુટ બ્રિજના કામ અંગે પણ માહિતી લીધી હતી. મણિનગરમાં બની રહેલાં ટેમ્પરરી બ્રિજ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.


જુઓ LIVE TV :