રક્ષિત પંડ્યા, રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે વધાતી  જાય છે. રાજકોટની આધુનિક સુવિધાથી સજ્જ કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં એસી બંધ હોવાના કારણે કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલમાંથી બહાર ભાગવા પ્રયત્ન કર્યો હતો. એસી બંધ હોવાથી ગરમી સહન ન થતા યૂસુફ ઇશાક નામના દર્દીએ કોવિડ હોસ્પિટલમાંથી ભાગવા પ્રયાસ કર્યો હતો. જો કે દર્દી બહાર ભાગે તે પહેલાં જ સિક્યુરિટી ટીમે દર્દીને પકડી પરત સારવારમાં ખસેડયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસી બંધ દર્દીઓ પરેશાન
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં એસી બંધ થઈ જવાથી કોરોના દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 
દર્દીઓ પોતાની ફાઇલથી હવા ખાતા નજરે પડ્યા હતા અને તબીબો આવી ગરમીમાં PPE કિટ પહેરી પાંખની હવા માં પોતાની ફરજ બજાવતા હતા. 


રાજકોટ અને સૌરાષ્ટ્ર ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે અને રાજકોટ કોવિડ 19 હોસ્પિટલમાં રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત અમરેલી , પોરબંદર , સુરેન્દ્રનગર , મોરબી અને કચ્છ વિસ્તારના દર્દીઓ સારવાર માટે રાજકોટ આવતા હોય છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અતિઆધુનિક સુવિધાથી સજ્જ નવી રાજકોટ સિવિલ હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ માટે ફાળવવામાં આવી છે. 


રાજકોટ માટે ચિંતાજનક સમાચાર, કોરોનાથી વધુ 18 દર્દીઓના મૃત્યુ  


જ્યાં સૌરાષ્ટ્ર ભરમાંથી કોરોનાના દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. ત્યારે તાજેતરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આધુનિક હોસ્પિટલમાં એસી ટૂંકા ગાળા ના સમયમાં શા માટે બંધ પડી જતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.? શુ એસી ફિટિંગમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે? શું નબળી ક્વોલિટીના એસી મૂકી મોટા બિલ પાસ કરવામાં આવ્યા છે.? શુ કરોડો રૂપિયાની હોસ્પિટલમાં વોરંટી વગરના એસી મુકવામાં આવ્યા છે.?


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube