ઉદય રંજન/અમદાવાદ : ગુજરાત એસીબી વધુ સજ્જ થઇ ગઈ છે. લાંચિયા બાબુઓને પકડવા માટે એસીબીએ 83 પીઆઇને ખાસ ટ્રેંનીંગ આપી ફિલ્ડમાં મુક્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પહેલી વાર સંપૂર્ણ મહેકમ પુરી કરવામાં આવી છે તો આ સ્પેશિયલ 83 પીઆઇ ની ટિમ કઈ રીતે લાંચિયા બાબુઓ પર બાઝ નજર રાખશે. છેલા ઘણા વર્ષોથી ગુજરાત એસીબીમાં પીઆઇની અછત હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: પૈસા કે પાણી કંઇ પણ નહી મફતમાં, દરેક ઘરે લાગશે પાણીના મીટર


જેના કારણે એસીબીના અધિકારી પર કામનું ભારણ વધુ હતું અને ભ્રષ્ટાચાર રોકવામાં સંપૂર્ણ સફળતા ન મળી હતી. ત્યારે વર્ષ 2010ની બેચના PSIને પીઆઇનું પ્રમોશન મળતાની સાથે 42 પીઆઇ એસીબીને મળતાની સાથે જ ગુજરાતના ખૂણે ખૂણે એસીબી પહોંચી શકશે. ત્યારે આ તમામ પીઆઇને લાંચિયા બાબુને પકડવા માટે એક વિશેષ તાલીમ પણ આપવામાં આવી. અનેક પ્રકારની તેમને હાઇટેક તાલીમ આપવામાં આવી છે. 


ગુજરાતના વિજય માલ્યાની CID ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, સુરતમાં કર્યું છે કરોડોનું બેંક કૌભાંડ
સિંહની એકદમ નજીક સુઇને ઉતાર્યો વીડિયો, વનમંત્રીએ આપ્યા તપાસના આદેશ
હવે લાંચિયા બાબુઓ હવે બચી ને રહે કેમ કે ગુજરાત એસીબી એ સ્પેશિયલ 83 ઓફિસર તૈયાર કરી અલગ અલગ જિલ્લામાં નિમણુંક કરી દેવા માં આવી છે અને સૂચના આપવા માં આવી છે કે જીલ્લા ની સરકારી કચેરીની ખાનગી મુલાકત લેવી ભ્રષ્ટાચાર થાય છે કે નહિ એ અંગે ની માહિતી મેળવી. ત્યારે ગુજરાત એસીબીએ શરુ વર્ષ 358 માં કેસ નોંધ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ સ્પેશિયલ 83 ઓફિસર્સ ની ટિમ કેટલાક  લાંચિયા બાબુ ઝડપી પડે છે.