અમદાવાદ: પૈસા કે પાણી કંઇ પણ નહી મફતમાં, દરેક ઘરે લાગશે પાણીના મીટર

પૈસા પાણીની જેમ વાપરવા એવી એક કહેવત અનેક વખત સાંભળી હશે, જો કે હવે પાણી પૈસાની જેમ વાપરવું પડશે

અમદાવાદ: પૈસા કે પાણી કંઇ પણ નહી મફતમાં, દરેક ઘરે લાગશે પાણીના મીટર

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : પૈસા પાણીની જેમ વાપરવા એવી એક કહેવત અનેક વખત સાંભળી હશે, જો કે હવે પાણી પૈસાની જેમ વાપરવું પડશે. પૈસા તો મહફતમાં નહોતા મળતા પરંતુ પાણી જરૂર મળતું હતું. જો કે હવે પાણી પણ મફતમાં મળવાનું બંધ થઇ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહીક કારોબારી સમિતીમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યંત મહત્વાકાંશી એવી 24 કલાક મીટરથી પાણી આપવાની યોજાનાની 1લી જાન્યુઆરીથી શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી. તો જાન્યુઆરીમાં જ યોજાનારા ફ્લાવર શોની પ્રવેશ ફીમાં વધારો કરવાનો વિવાદીત નિર્ણય પણ કરવામાં આવ્યો.

આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની અત્યંત મહત્વાકાંશી એવી 24 કલાક મીટર પધ્ધતીથી પાણી આપવાની યોજનાની શરૂઆતની જાહેરાત કરી છે. કારોબારી સમિતી ચેરમેને કરેલી જાહેરાત મુજબ જોધપુર વોર્ડમાં આ યોજના અંગેના તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઇ ગયા છે. અને આગામી 1લી જાન્યુઆરીથી આ યોજનાને જોધપુર વોર્જના 5 ઝોનમાં શરૂ કરી દેવામાં આવશે. નોંધનીય છેકે આ યોજનાનો વિચાર વર્ષ 2010માં મૂકવામાં આવ્યો હતો અને અનેક વિવાદ તેમજ નિષ્ફળતા બાદ વર્ષ 2020માં તે અમલમાં આવવા જઇ રહી છે. ત્યારે હજી પાણીનો કેટલો જથ્થો વિનામૂલ્યે આપવો અને તે બાદના જથ્થાનો શુ ચાર્જ નક્કી કરવો તે આગાવી દિવસોમાં નક્કી કરવામાં આવશે.

આ સાથે જ આગામી જાન્યુઆરી માં યોજાનારા ફ્લાવર શોની પ્રવેશ ફી અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો. જેમાં ગત વર્ષે લેવાતી રૂ10 ની પ્રવેશ ફી સીધી રૂ 20 કરી દેવાઇ છે. જ્યારે શનિ અને રવિવારે આજ ટીકીટના રૂ.50 લેવાનું નક્કી કરવામાં આવ્યુ છે. 12 વર્ષથી નીચેના બાળકો, સિનીયર સિટીઝન અને વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પ્રવેશની વાત કરવામાં આવી છે. ટીકીટના દર વધારવા માટે ફ્લાવર શોમાં વધી જતી લોકોની ભીડને કાબુમાં લેવાનો હેતુ હોવાનું કારોબારી ચેરમેને જણાવ્યુ છે.

 

AMC ની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય...
- આખરે મેગાસિટી માં શરૂ થશે મીટર થી પાણી આપવાની યોજના
- 1લી જાન્યુઆરી થી અમલમાં આવશે 24×7 પાણી આપવાની યોજના
- જોધપુર વોર્ડમાં પૂર્ણ કરવામાં આવ્યા ટ્રાયલ
- શરૂના અમુક લીટર પાણીને વિનામૂલ્યે આપવામાં આવશે
- નિયત મર્યાદા બાદના પાણીનો નક્કી કરવામાં આવશે ચાર્જ
- વર્ષ 2010 થી શરૂ થયેલી યોજના 2020 માં બનશે વાસ્તવિક
- AMC દ્વારા ફ્લાવર શો ની પ્રવેશ ફી માં કરવામાં આવ્યો વધારો
- ગત વર્ષે રૂ.10 પ્રવેશ ટીકીટ હતી, આ વર્ષે રૂ.20 પ્રવેશ ફી નક્કી કરવામાં આવી
- શનિ અને રવિવારે રૂ.50 પ્રવેશ ફી લેવામાં આવશે
- બાળકો, વિકલાંગો અને સિનિયર સીટીઝન માટે પ્રવેશ વિનામૂલ્યે રહેશે
- લોકોની ભારે ભીડને કાબુમાં લેવા આ નિર્ણય કરવામાં આવ્યો- કારોબારી ચેરમેન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news