મૌલિક ધામેચા/અમદાવાદ : એન્ટી કરપ્શન બ્યુરોની અમદાવાદ ટીમે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ વિરુધ્ધ લાંચની ફરિયાદ નોંધી ખાનગી વ્યક્તિ ને રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપી પાડયો છે. ફરિયાદીએ ACB ને જાણ કરી હતી કે છેલ્લા ઘણા સમયથી વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રણજીતસિંહ ગોહિલ અને મહેન્દ્રસિંહ સોલંકી ફરિયાદી અને તેના ભાઇ પર ગેંગ અને દારૂ નો કેસ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. જે અંગે બે લાખ રૂપિયાની માગણી કરી માંગ કરતાં 1.40 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહીનબાગ ધરણામાં થઈ મોટી હલચલ, હવે અમિત શાહ આવ્યા મેદાને


જોકે અગાઉ ફરિયાદીએ 20,000 રૂપિયા આપી દીધા હતા. પરંતુ બાકીના પૈસા આપી દેવા અવારનવાર ફોન અને માગણી કરતા ACBએ છટકું ગોઠવી રૂપિયા 50 હજાર લેવા માટે આવેલ વિનોદ ઉર્ફે ભૂરા ચુનારા ને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે વિનોદ ચુનારા વટવા વિસ્તારમાં મયુર મોટર્સ નામનો બાઈક નો શોરૂમ ધરાવે છે અને મહેન્દ્ર સોલંકી નામના પોલીસ કર્મચારી સાથે વાતચીત કરી 50000 રૂપિયા લેતા ACBએ ઝડપી પાડયો હતો. હાલ રણજીત સિંહ અને મહેન્દ્રસિંહ નામના બંને પોલીસ કર્મીઓ ફરાર છે જે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube