શાહીનબાગ ધરણામાં થઈ મોટી હલચલ, હવે અમિત શાહ આવ્યા મેદાને

શાહીન બાગ (shaheen bagh) માં ધરણા પર બેસેલા પ્રદર્શનકારીઓનું એક ગ્રૂપ રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) સાથે મુલાકાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદર્શનમાં સામેલ કેટલાક ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. જ્યારે કેટલાક લોકો આ મુલાકાતનો વિરોધ પણ કરી રહ્યાં છે.

શાહીનબાગ ધરણામાં થઈ મોટી હલચલ, હવે અમિત શાહ આવ્યા મેદાને

ઝી મીડિયા/બ્યૂરો :શાહીન બાગ (shaheen bagh) માં ધરણા પર બેસેલા પ્રદર્શનકારીઓનું એક ગ્રૂપ રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) સાથે મુલાકાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદર્શનમાં સામેલ કેટલાક ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. જ્યારે કેટલાક લોકો આ મુલાકાતનો વિરોધ પણ કરી રહ્યાં છે.

સૂત્રોનું કહેવુ છે કે, આ મુલાકાત અમિત શાહની ઓફિસ કે તેમના ઘર પર થઈ શકે છે. હાલ, યોજાનારી આ મુલાકાતની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, શાહીન બાગમાં નાગરિકતા સંશોધન અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) ની વિરુદ્ધ ધરણા પ્રદર્શન સતત ચાલુ છે.

શાહીન બાગનું આ પ્રદર્શન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. તેનાથી પ્રભાવિત થઈને અનેક શહેરોમાં આ પ્રકારના પ્રદર્શન થઈ રહ્યાં છે. દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં શાહીન બાગ એક મોટો મુદ્દો બની ગયો હતો.

OMG!!! ધાર્મિક સ્થળ પર કપલે Porn વીડિયો બનાવીને અપલોડ કર્યો, પણ પછી તો...

આ પહેલા શાહીન બાગના પ્રદર્શનકારીઓએ શુક્રવારે પ્રદર્શન સ્થળ પર, ગત વર્ષે જમ્મુ તેમજ કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં જૈશ-એ-મોહંદના આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. 

સીએએ અને એનઆરસીના વિરોધનું કેન્દ્ર બની ચૂકેલ શાહીનબાગમાં એક પ્રદર્શનકારીએ કહ્યું કે, અમે હુમલાની વરસી પર ગુરુવાર અને શુક્રવારે જવાનોને યાદ કરીને શહીદો માટે કેન્ડલ માર્ચ કાઢી હતી. પ્રદર્શનકારીઓએ એમ પણ કહ્યું કે, આજના દિવસે અહીં કોઈ ભાષણ નહિ થાય. માત્ર દેશના જવાનોને યાદ કરવામાં આવશે. શહીદોની યાદમાં શુક્રવારે સાંજે દેશભક્તિની ગાત ગાવામા આવશે અને જવાનોની યાદમાં પ્રસ્તુતિઓ પણ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news