ACBની તપાસમાં મોટો ખુલાસો! વેજલપુરના સબરજીસ્ટ્રારના ઘરેથી મળ્યા 58 લાખ અને 12 દારૂની બોટલ
વેજલપુરના સબરજીસ્ટ્રાર 1.50 લાખની લાંચ લેવા મામલે એક મોટા કાંડમાં ફસાયા છે. ACBની ટીમે સબરજીસ્ટ્રારના ઘરે સર્ચ કરતા રોકડ 58 લાખથી વધુની રોકડ મળી આવી હતી.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદના વેજલપુરના લાંચિયા સબરજીસ્ટ્રારના ઘરે ACBની તપાસમાં 58 લાખથી વધુની રોકડ અને 12 દારૂની બોટલો પણ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. ACBએ લાંચિયા સબરજીસ્ટ્રાર વિરુદ્ધ પ્રોહિબિશનનો પણ ગુનો નોંધ્યો છે. હવે વેજલપુરના સબરજીસ્ટ્રારની મિલકતની પણ તપાસ થશે.
કેમ ચોમાસું નબળું પડ્યું? જાણો શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ?
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વેજલપુરના સબરજીસ્ટ્રાર 1.50 લાખની લાંચ લેવા મામલે એક મોટા કાંડમાં ફસાયા છે. ACBની ટીમે સબરજીસ્ટ્રારના ઘરે સર્ચ કરતા રોકડ 58 લાખથી વધુની રોકડ મળી આવી હતી. આરોપી સબરજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાના ઘરે રૂપિયાની સાથે દારૂની 12 બોટલો પણ મળી આવી છે. ACB એ પ્રોહીબિશન અંગે અલગથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ અપ્રમાણસર મિલકતોની તપાસ ચાલી રહી છે. સ્કેમમાં તેની સાથે કોણ-કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવશે. ઘરેથી કોઈ દસ્તાવેજી પુરાવા મળ્યા નથી.
એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ ટૂરિસ્ટોને બહાર કાઢવામાં આવ્યા
આ ઘટનામાં એવું પણ સામે આવી રહ્યું છે કે વેજલપુરના સબરજીસ્ટ્રારે એક સોસાયટીના મકાનના દસ્તાવેજો કરવાના બદલામાં 1.50 લાખની લાંચની માંગણી કરી હતી. વેજલપુરમાં આવેલી એક સોસાયટીના સભ્યોએ દસ્તાવેજોની નોંધણી કરાવવા મુદ્દે વેજલપુરમા આવેલી રજીસ્ટ્રાર ઓફિસમાં સબ રજીસ્ટ્રાર તુલસીદાસ માકરાણાનો સંપર્ક કર્યો હતો. જેમાં 14 દસ્તાવેજ ગુરુવારે અને 17 દસ્તાવેજ શુક્રવારે રજીસ્ટર કરી આપવાનું કહ્યું હતું. જોકે, સોસાયટીના સભ્યોએ લાંચની માહિતી ACBને આપી દીધી હતી. જેના કારણે ACBએ છટકું ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો.
ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે! દરિયો ન ખેડવા સૂચના, આગામી 4 દિવસ શું છે આગાહી