એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ ટૂરિસ્ટોને બહાર કાઢવામાં આવ્યા
પેરિસથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પેરિસમાં સ્થિત એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસની ટીમ ટાવર પાસે તૈનાત કરી દેવામાં આવી છે.
Trending Photos
પેરિસઃ ફ્રાન્સના પેરિસ સ્થિત એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ત્યારબાદ એફિલ ટાવરને પોલીસે ખાલી કરાવી દીધોછે. પેરિસની પોલીસે કહ્યું કે દુનિયામાં સૌથી વધુ જોવા આવતા પર્યટન સ્થળોમાંથી એક પેરિસમાં એફિલ ટાવર પર બોમ્બની ધમકી આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે ધમકી બાદ સાવચેતીના ભાગરૂપે એફિલ ટાવરને ખાલી કરાવી લીધો છે. આ સાથે તેને શનિવારે જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે મધ્ય પેરિસમાં સ્થિત એફિલ ટાવરના ત્રણ માળને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને એફિલ ટાવર મોકલવામાં આવી છે. પોલીસની અનેક ટીમો સ્થળ પર તૈનાત છે. એફિલ ટાવરની આસપાસ બોમ્બનું સર્ચ કરવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે સ્મારકની આસપાસ પોલીસે બેરિકેડિંગ કરી દીધુ છે. આ સાથે પર્યટકોને ટાવરથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.
એક પ્રવક્તાએ કહ્યું કે શનિવારે બપોરે 1.30 કલાકે બોમ્બની ધમકી મળી, ત્યારબાદ ટૂરિસ્ટોને ત્રણ ફ્લોર અને સ્મારકની નીચેના ચોકથી હટાવી દેવામાં આવ્યા છે.
એફિલ ટાવરની સુરક્ષાની વાત કરીએ તો સાઉથ પિલર પર એક પોલીસ સ્ટેશન છે. જ્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત રહે છે. પરિવરમાં પ્રવેશ કરતા પહેલા ટૂરિસ્ટોએ સુરક્ષા ચેકિંગમાંથી પસાર થવું પડે છે. તપાસ દરમિયાન પર્યટકોએ વીડિયો સર્વેલાન્સથી થઈને પસાર થવુ પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે