ચોટીલા : એક્શન સ્ટંટની જેમ 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી કાર, 3ના ઓન-ધ-સ્પોટ મોત
ચોટીલા હાઈવે પર મોલડી ગામ પાસે રવિવારે સાંજે વિચિત્ર તેમજ ફિલ્મી ઢબે એક્સિડન્ટ સર્જાયો હતો. રાજકોટથી તરફથી ચોટીલા આવતી કાર હાઈવે પાસેના 70 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. કારમાં બેસેલા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
સુરેન્દ્રનગર :ચોટીલા હાઈવે પર મોલડી ગામ પાસે રવિવારે સાંજે વિચિત્ર તેમજ ફિલ્મી ઢબે એક્સિડન્ટ સર્જાયો હતો. રાજકોટથી તરફથી ચોટીલા આવતી કાર હાઈવે પાસેના 70 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. કારમાં બેસેલા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
[[{"fid":"209529","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SNRAccident2.JPG","field_file_image_title_text[und][0][value]":"SNRAccident2.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SNRAccident2.JPG","field_file_image_title_text[und][0][value]":"SNRAccident2.JPG"}},"link_text":false,"attributes":{"alt":"SNRAccident2.JPG","title":"SNRAccident2.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સાંજે નાની મોલડીના રહેવાસી ત્રણ મિત્રો ગિરીશ ખાવડુ, સુનીલ જોશી અને હરેશ મારુ કારમાં ગામ તરફ આવી રહ્યા હતા, ત્યારે મોલડી હાઈવે પર વાડીમાં આવેલા 70 ફૂટ ઊંડા કૂવામાં તેમની કાર ખાબકી હતી. આ બાબતની જાણ થતા જ ગામલોકો તરત એકઠા થયા હતા. ક્રેનની મદદ કાર બહાર કાઢવામાં આવી હતી. જોકે, આ સમગ્ર પ્રોસેસમાં બે કલાક બાદ કાર બહાર કાઢી શકાઈ હતી, પણ ત્રણેય યુવકોનો કૂવામાં જ જીવ ગયો હતો.
[[{"fid":"209543","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SNRAccident3.JPG","field_file_image_title_text[und][0][value]":"SNRAccident3.JPG"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SNRAccident3.JPG","field_file_image_title_text[und][0][value]":"SNRAccident3.JPG"}},"link_text":false,"attributes":{"alt":"SNRAccident3.JPG","title":"SNRAccident3.JPG","class":"media-element file-default","data-delta":"2"}}]]
તપાસ કરતા, કૂવાનું પાણી શરીરમાં જવાથી ત્રણેયનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તપાસ કરતા, તેમની કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો અને કાર કૂવામાં ખાબકી હતી. ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા, તો ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.
મોડી સાંજે ત્રણેય યુવકોની ડેડબોડી કૂવામાંથી બહાર કઢાતા કરુણ દ્રષ્યો સર્જાયા હતા. તો મોલડી ગામમાં દુખની લાગણી ફેલાઈ ગઈ હતી.