વલસાડઃ શહેરના પાવર હાઉસ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એકજ પરિવારના બે પિતરાઇભાઈના મોત થયા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે યુવાનોને કચડ્યા હતા. ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈગયો હતો. અકસ્માતને કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. મૂળ વલસાડના અને હાલ મુંબઈમાં રહેતા એક જ પરિવારના બે પિતરાઈ ભાઈઓના મોત થતા પરિવારમાં શોકમાં ડૂબી ગયો હતો.