ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં સતત અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલકે મહિલા પોલીસકર્મીને ઉડાદી દીધા છે. આ અકસ્માતમાં પોલીસમાં ફરજ બજાવતા શારદાબેન ડાભી નામના મહિલાનું નિધન થયું છે. અમદાવાદના રિવરફ્રંટ રોડ પર આ અકસ્માત થયો હતો. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતમાં મહિલા પોલીસકર્મીનું નિધન
અમદાવાદમાં સતત થઈ રહેલા અકસ્માતે લોકોની ચિંતા વધારી છે. આજે રિવરફ્રંટ પર વધુ એક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બંદોબસ્ત કરી પરત ફરી રહેલા મહિલા પોલીસકર્મીનું નિધન થયું છે. મહિલા પોલીસકર્મી એક્ટિવા પર જઈ રહ્યાં હતા ત્યારે કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. આ દુર્ઘટનામાં શારદાબેન ડાભી નામના મહિલા પોલીસકર્મીનું મોત થયું છે. અકસ્માતની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. 


બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં થયા હતા બેના મોત
દહેગામથી નરોડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સફેદ કલરની ક્રેટા કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. કારે ડિવાઈડર કૂદી ગાડી રોંગ સાઈડ પર જઈને એકટીવા સવાર યુવકોને કચડ્યા હતા. ક્રેટા ચાલકે એકટીવાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.