મોરબીઃ રાજપર રોડ પર કાર-બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત
મોરબીઃ મોરબીના રાજપર રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર ત્રિપલ સવારી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. આ ત્રણેય મૃતક મિસ્ત્રી કામ કરતા હતા. ત્યારે ચાંચાપર ગામથી કામ કરીને પરત આવી રહ્યાં હતા ત્યારે રાજપર રોડ પર સામેથી આવતી કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં આ ત્રણેયના કમકમાટી ભર્યા મોત થયા છે. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોના નામ
રાહુલ વાસુદેવ પ્રસાદ (ઉં.વ. 24)
ધર્મેન્દ્ર કનોજીયા (ઉં.વ. 26)
ધર્મેન્દ્ર કુમાર રામજીતસિંહ કુમાર (ઉં.વ 30)