વડોદરાઃ વડોદરા-હાલોલ રોડ પર થંડીવાડા પાસે નર્મદા કેનાલ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. એક કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા કાર ચાલકનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારમાં હતો દારૂ
વડોદરા જઈ રહેલી આ કાર મહારાષ્ટ્ર પાર્સિંગની હતી. આ સ્વિફ્ટ કારમાં દારૂ ભરેલો હતો. કાર કન્ટેનર પાછળ ઘૂસી ગઈ હતી. કારનો ચાલ વિજય (ઉંવ 35)નું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. જેને સારવાર માટે વડોદરાની રયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ રસ્તા પર પણ દારૂ-દારૂ થઈ ગયો હતો. 


કાર પૂર ઝડપે કન્ટેનર સાથે અથડાઈ હતી. આ કારણે કન્ટેનરની ચેસીસ પણ તૂટી ગઈ હતી. પોલીસે હાલ તો અકસ્માત અને પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 


કારમાં દારૂની હેરફેરની આશંકા
અકસ્માત બાદ જાણવા મળ્યું કે કારમાં દારૂ હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને શંકા છે કે આ કાર દ્વારા દારૂની હેરફેર કરવામાં આવતી હતી. હવે પોલીસ તપાસ બાદ સમગ્ર મામલો સામે આવશે. 


જુઓ LIVE TV