વડોદરા : વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર આજે સાંજે રાવપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન અને અનાજ ભરેલા છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ બનાવના પગલે બ્રિજ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર અનાજ ભરેલો ટેમ્પો યાંત્રિક ખામીને કારણે બંધ થઇ ગયો હતો. જેથી ટેમ્પો માલિક અશોકભાઇએ પોતાનો ટેમ્પો રોડની સાઇડ પર ઉભો કરી દીધો હતો. તે દરમિયાન પુરપાટ પસાર થઇ રહેલ રાવપુરા પોલીસ મથકની PCR વાન ઉભા રહેલો ટેમ્પો ધડાકા ભેર અથડાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી દિકરીનું ગોત્રી મેડિકલ કોલેજમાં થઇ જશે, કહી ઠગ હર્ષિલ લિંબચીયાએ કરી લાખો રૂપિયાની ઉચાપત

PCR વાન ટેમ્પો સાથે અથડાતા ટેમ્પોનો સામાન રોડ પર વેર વિખેર થઇ ગયો હતો. આ બનાવ બનતા જ લોકોના ટોળેટોળા વળી ગયા હતા. પરિણામ ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. આ બનાવ અંગેની જાણ રાવપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યોહ તો. PCR વાનને પોલીસ સ્ટેશનમાં રવાના કરી દીધી હતી. જ્યારે અકસમાતગ્રસ્ત ટેમ્પો ચાલકને ટેમ્પો લઇને પોલીસ સ્ટેશનમાં આવવા માટે પોલીસે સમજાવટનો પ્રયાસ કર્યો હતો. જો કે ટેમ્પો ચાલક દ્વારા પોતાના ટેમ્પો પોલીસ સ્ટેશમાં લઇ જવા માટેનો ઇન્કાર કરી દીધો હતો.


અનોખો ઠગ! મોંઘી ગાડીની ચોરી કરતો તે પહેલા ગાડીના માલિકને જાણ પણ કરતો

ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓ ન આવે ત્યાં સુધી ટેમ્પો ન લઇ જવા માટે જણાવ્યું હતું. જો કે પોલીસ દ્વારા ટેમ્પો માલિકને ટેમ્પો પોલીસ સ્ટેશન લઇ જવા માટે દબાણ કરવામાં આવતા પોલીસ અને ટેમ્પો માલિક વચ્ચે ચકમક ઝરી હતી. સોલાર રૂફટોપ નીચે બનેલા આ બનાવમાં જો કે કોઇ જ જાનહાની થઇ નહોતી. જો કે બંન્ને વાહનોને ખુબ જ નુકસાન થયું હતું. આ બનાવ અંગે રાવપુરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube